સૂર્યનું તુલા રાશિમાં ગોચર, જાણો શું અસર પડશે અન્ય રાશિઓ પર

સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ: આ 4 રાશિના માટે છે સુવર્ણ સમય, જાણો કોને થશે ફાયદો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગ્રહોમાં રાજાની ઉપાધિથી સુશોભિત, સરકારી અને રાજતંત્રના કારક ગ્રહ સૂર્ય પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ કન્યા છોડી શુક્રની રાશિ તુલામાં ગોચરીય સંચરણ 18 ઓક્ટોબર 2023ના રોજ 3 વાગ્યેને 38 મિનિટ પર કર્યુુ. બધા ગ્રહોની જેમ સૂર્યની પણ ત્રણ સ્થિતિ મહત્વપૂર્ણ છે. જેમ કે જ્યારે સૂર્ય પોતાની સ્વ રાશિ સિંહમાં હોય છે, જ્યારે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષમાં હોય છે અને જ્યારે સૂર્ય તેની સૌથી નીચલી રાશિ તુલામાં હોય છે.

જ્યાં સૂર્ય સિંહ અને મેષ રાશિમાં સંપૂર્ણ રીતે શુભ અથવા સંપૂર્ણ અશુભ પરિણામ આપવા સક્ષમ છે. ત્યાં તેઓ તુલા રાશિમાં પણ પોતાની સંપૂર્ણ અસર આપી શકતા નથી. સૂર્ય મંગળ સાથે પણ યોગ સંબંધ સ્થાપિત કરશે, જે પહેલેથી તુલા રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. પરિણામે, એક રાશિમાં બે અગ્નિ તત્વોનું સંક્રમણ વ્યાપક અસર કરશે. સૂર્ય તુલા રાશિમાં 16 નવેમ્બર સુધી રહેશે. વૃષભ, સિંહ, ધનુ અને મકર રાશિના જાતકો માટે સારો સમય શરૂ થશે, જ્યારે મિથુન અને કુંભ રાશિના જાતકો માટે સમય સામાન્ય રહેશે. આ સાથે જ મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

જ્યોતિષમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને તેના શુભ પ્રભાવથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેમજ આત્મવિશ્વાસ વધે છે અને નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે. આ ઉપરાંત વડીલો તરફથી મદદ પણ મળે છે અને માન-સન્માન પણ વધે છે. વૃષભ, સિંહ, ધનુ અને મકરના જાતકો માટે સમય સારો રહેશે. તેમને ભાગ્યનો સાથ મળી શકે છે, નોકરી-વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અને મિલકત તેમજ નાણાકીય બાબતોમાં સમય લાભદાયી રહેશે.

મિથુન અને કુંભ રાશિ : સૂર્ય પોતાની રાશિમાં જ્યારે ફેરફાર કરે છે ત્યારે મિથુન-કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહે છે. આ રાશિના લોકોના કામ પૂરા થાય છે પણ મહેનત વધારે કરવી પડે છે. ખર્ચ અને તણાવ વધી શકે છે અને રોજિંદા કાર્યોમાં વિવાદ થઈ શકે છે. આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

તુલા સહિત 6 રાશિ : સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિવાદ અને તણાવ વધી શકે છે અને આ લોકોએ સાવધાન રહેવું પડશે.

જણાવી દઇએ કે, સૂર્યના અશુભ પ્રભાવને કારણે કામમાં અડચણો આવી શકે છે અને વિવાદ થવાની સંભાવના પણ છે. આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. સૂર્યના અશુભ પ્રભાવથી બચવા પીપળ અને મદારના છોડ પર પાણી ચઢાવવું જોઈએ. શુભ પરિણામ વધે એ માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્ય નમસ્કાર કરો, જેમના પર સૂર્યની મિશ્ર અસર થશે તેમણે પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને અર્પણ કરવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ અર્પણ કરો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina