જો તમારા કામ અટકી જતા હોય તો સમજી લો કે તમારો સૂર્ય નબળો છે

આજે ઓક્ટોબર 2021 મહિનાનો પહેલો રવિવાર અને અશ્વિન મહિનાનો બીજો રવિવાર છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. ભગવાન સૂર્યનો દિવસ હોવાથી રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવી ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. ભગવાન શ્રી સૂર્યને હિરણ્યગર્ભ પણ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ એટલે કે જેના ગર્ભમાં સુવર્ણ આભા છે. ભગવાન શ્રી સૂર્યદેવને આદી પણ કહેવાય છે.

સૂર્ય ભગવાનની પૂજા કરવાથી ધનની સાથે સાથે માન -સન્માન વધે છે : ભગવાન સૂર્યની ઉપાસનાથી ખ્યાતિ, યશ, સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઉંમર, આરોગ્ય, ઐશ્વર્ય, તેજ, કાંતિ, વિદ્યા, સૌભાગ્ય અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્ય મુશ્કેલીઓથી પણ રક્ષણ આપે છે. જો તમારું કામ થતા થતા અટકી જતુ હોય તો ચિંતા કરવાની કોઈ વાત નથી. અથવા જો કામ બિલકુલ ન થયું હોય તો સમજી લો કે તમારો સૂર્ય નબળો છે.

જ્યોતિષ મુજબ દરેક ગ્રહની પોતાની વિશેષતા હોય છે. શાસ્ત્રોમાં તે ખાસ ઉલ્લેખનીય છે કે કયો ગ્રહ મનુષ્યને કેવા પ્રકારના ફળ આપી શકે છે. એટલા માટે આપણે જાણવું જોઈએ કે ક્યું કામ આપણે કયા દિવસે ન કરવું જોઈએ.

જો કોઈ આ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યું છે, તો તેણે તેના સૂર્ય ગ્રહને મજબૂત કરવાની જરૂર છે. પરંતુ આ માટે રવિવારે કેટલાક ખાસ પગલાં લેવાની જરૂર છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ સ્નાન કરતા હોય તો સૂર્યના દર્શન કર્યા બાદ સ્નાન કરો.

રવિવારે આ કામ કરવું જોઈએ

  • જો ઘરમાં ઝઘડા થતા હોય તો ચોક્કસપણે ઓમ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો.
  • એવું માનવામાં આવે છે કે રવિવારે, કાળા કૂતરાને રોટલી, કાળી ગાયને રોટલી અને કાળી ચકલીને અનાજ આપવાથી જીવનમાં આવતી અડચણો ધીમે ધીમે દૂર થાય છે.
  • એવુ કહેવાય છે કે રવિવારે તેલથી બનેલ કોઈ પણ ભોજન ગરીબ વ્યક્તિને આપવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

  • ધન-ધાન્ય વધારવા માટે, રવિવારે રાત્રે સૂતી વખતે તમારી બાજુમાં એક ગ્લાસ દૂધ રાખો અને સોમવારે સૂર્યોદય પહેલા સ્નાન અને ધ્યાન કર્યા પછી, બાવળના ઝાડના મૂળને તે દૂધ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે.
  • આપણે બધા જાણીએ છીએ કે રવિવાર સૂર્ય ભગવાનનો દિવસ છે. આ દિવસે ભગવાન ભાસ્કરનું વ્રત કરવાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આ સિવાય આંખ અને ચામડીના રોગોથી પણ મુક્તિ મળે છે.
YC