જ્યોતિષ શાસ્ત્ર

દિવાળી સુધી તુલા રાશિમાં રહેશે સૂર્ય. આ 3 રાશિ માટે સમય આવશે સોનેરી

આવનારી 14 નવેમ્બરના રોજ દિવાળીનો ભવ્ય તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સૂર્ય આજથી દિવાળી સુધી એટલે કે 16 નવેમ્બર સુધી શુક્રની રાશિ તુલામાં રહેશે. એવામાં સૂર્યના તુલા રાશિમાં પ્રવેશથી દરેક રાશિઓના જીવનમાં અવનવા ફેરફાર થવાના છે.

Image Source

આ શુભ પરિવર્તનની અસરથી સૌથી વધારે ફાયદો વૃષભ, સિંહ અને મકર રાશિને થવાનો છે જ્યારે મિથુન, કન્યા, ધનુ અને કુંભ રાશિના લોકો માટે આ સમય સામાન્ય રહેશે જ્યારે મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે તેમ છે. જણાવી દઈએ કે સૂર્યની શુભ અસર જે રાશિ પર પડે છે તેઓની આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યાઓ દૂર થાય છે અને તરક્કીના અનેક રસ્તાઓ ખુલે છે.

Image Source

વૃષભ, સિંહ અને મકર રાશિના લોકોને સૂર્યના શુભ પ્રભાવથી ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે. આવનારી દિવાળી આ રાશિઓ માટે અનેક નવા નવા અવસરો લઈને આવી રહી છે. સંપત્તિ કે આર્થિક બાબતોમાં સમય ફાયદો આપનારો રહેશે. નોકરી કે વેપારમાં તરક્કી મળવાના ભરપુર યોગ બની રહ્યા છે. લાંબા સમયથી અટકાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે.

Image Source

જ્યારે મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકો માટે આવનારો સમય સામાન્ય જ રહેશે. આર્થિક ખર્ચાઓ વધી શકે છે જેને લીધે તમે તણાવમાં રહેશો. તમે વિચારેલી દરેક યોજનાઓ કે કાર્ય પૂર્ણ થશે પણ તનતોડ મહેનત કરવી પડશે. જો કે ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. સગા સંબંધીઓ સાથે કોઈ વાતને લીધે વિવાદ થઇ શકે છે. ગુસ્સા પર કાબુ રાખો.

Image Source

જ્યારે બાકીની રાશિઓ મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મીનના લોકોને નોકરી કે વેપારમાં સમસ્યાઓ આવી શકે છે. આ રાશિઓને સંભાળીને રહેવાની જરૂર રહેશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં અડચણ આવી શકે છે, ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. નવું કામ શરૂ કરવા માટે આ સમય તમારા માટે બિલકુલ પણ યોગ્ય નથી.

Image Source

જો કે શાસ્ત્રોમાં સૂર્યના આ શુભ પ્રભાવથી બચવાના પણ ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેના માટે પીપળો કે આંકડાના ઝાડને પાણી ચઢાવો. સવારે સ્નાન કરીને સૂર્યોદયને પ્રણામ કરો અને તાંબાના વાસણમાં પાણીમાં લાલ ચંદન ભેળવીને સૂર્યદેવને જળ અર્પણ કરો. આ સિવાય સૂર્યદેવને લાલ ફૂલ પણ ચઢાવો આ સિવાય જાસુદનું લાલ રંગનું ફૂલ ચઢાવવાથી પણ સૂર્ય સંબંધી દોષ દૂર થઇ જાય છે.