શનિ અને સૂર્યની યુતિથી આ 5 રાશિઓનું બદલાઇ જશે જીવન ! 15 માર્ચ સુધી બની શકે છે ધનવાન

સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓને આર્થિક લાભ મળવાની પ્રબળ સંભાવના

ભગવાન સૂર્ય 13 ફેબ્રુઆરીએ શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. શનિ 15 માર્ચ સુધી કુંભ રાશિમાં જ રહેશે. કુંભ રાશિમાં શનિ ગ્રહ પહેલાથી વિરાજમાન છે. ભગવાન સૂર્ય શનિદેવના પુત્ર છે પણ પિતા-પુત્ર વચ્ચે શત્રુતાનો ભાવ છે. શનિ અને સૂર્યની યુતિ કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. શનિ-સૂર્યની યુતિ દરમિયાન પાંચ રાશિના જાતકોના કરિયરમાં તરક્કી સાથે આકસ્મિક ધન લાભનો પ્રબળ યોગ બની રહ્યો છે.

મેષ રાશિ- મેષ રાશિવાળા માટે સૂર્ય-શનિની યુતિ ભાભકારી સિદ્ધ થશે. સૂર્યના કુંભ રાશિમાં આવવાથી મેછ રાશિવાળાને આર્થિક લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનથી જોડાયેલી સમસ્યાઓ ખત્મ થઇ જશે. આવકના નવા માર્ગ બનશે, પ્રભાવી લોકો સાથે મુલાકાત સંભવ છે.

વૃષભ રાશિ- વૃષભ રાશિના 10માં ભાવમાં સૂર્ય રાશિનું પરિવર્તન થયુ છે. દશમ ભાવમાં સૂર્યના પ્રવેશથી વૃષભ રાશિવાળાના કરિયરમાં નવા અવસર પ્રાપ્ત થશે. આર્થિક રૂપથી સમય સારો વીતશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે.

મિથુન રાશિ- મિથુન રાશિવાળા માટે સૂર્ય ગોચર નવમ ભાવમાં થયુ છે. સૂર્ય ગોચરના પ્રભાવથી તેમને મહેનનું પૂરુ ફળ મળશે, આવકમાં વૃદ્ધિ થશે. ભાગ્યવશ કંઇ કામ બનશે. ઉચ્ચ અધિકારીઓનો આશીર્વાદ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ રાશિ- સૂર્ય રાશિ પરિવર્તન રાશિના સપ્તમ ભાવમાં થયુ છે.આ દરમિયાન તમને ઓછી મહેનતમાં વધારે ફળ પ્રાપ્ત થશે. સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. એવામાં સૂર્ય ગોચરનો પૂરો ફાયદો સિંહ રાશિવાળાને મળશે. આર્થિક રૂપથી ઉત્થાન થશે. જે અવધિમાં તમને જે વસ્તુની જરૂરત હશે તે ઉપલબ્ધ રહેશે.

તુલા રાશિ- તુલા રાશિ માટે સૂર્ય ગોચર એકાદશ ભાવમાં થયુ છે. આ અવધિમાં સ્વાસ્થય સારુ રહેશે. આવકના નવા માર્ગ ખુલશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. નોકરીમાં બદલાવનું વિચારી રહ્યા છો તો આ સમય અનૂકુળ રહેવાનો છે.

Shah Jina