બૉલીવુડની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક સુરવીન ચાવલાએ 1 ઓગસ્ટના રોજ ગોવામાં પોતાના 35 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ સુરવીને કયુટ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ સુરવીન ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે અને તેણે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે.
શેર કરેલી તસવીરોમાં સુરવીનનો હોટ અને ગ્લેમર અંદાજ દેખાઈ રહ્યો છે. બિકીની પહેરેલી સુરવીનની અદા એકદમ કાતિલ લાગી રહી છે. તેની તસવીરોને જોઈને કહી શકાય છે કે માં બન્યા પછી પણ સુરવીને પોતાના ફિગરને ખુબ સારી રીતે મેન્ટેન રાખ્યું છે.
સોશિયલ મીડિયા પર તેની બિકીની પહેરેલી અને પુલમાં મસ્તી કરી રહેલી તસવીરો ખુબ વાઇરલ થઇ રહી છે અને ફૈન્સ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.પુલના પાણીમાં સુરવીન એકદમ રિલેક્સ મૂડમાં દેખાઈ રહી છે. જણાવી દઈએ કે સુરવીને પોતાની દીકરીનું નામ ‘ઈવા’ રાખ્યું છે.
સુરવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીની તસવીરો પણ શેર કરી છે.તેમણે પોતાની દીકરી ઈવા સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.એક ઇન્ટરવ્યૂમાં સુરવીને જણાવ્યું હતું કે,”આ ફીલિંગને શબ્દોમાં વર્ણવી ન શકાય કે તેને કેવું મહેસુસ થઇ રહ્યું છે”.
રિપોર્ટના આધારે અભિનેત્રી સુરવીન ચાવલાએ વર્ષ 2015 માં અક્ષય ઠક્કર સાથે ચોરીછૂપે લગ્ન કર્યા હતા.તેમણે પોતાના લગ્નનું સિક્રેટ વર્ષ 2017 માં ખોલ્યું હતું.
View this post on Instagram
Holier than thou….❤️ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ 📸 @iamkaranp ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
જલ્દી જ સુરવીન ચાવલા નવાજુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનની સાથે સેક્રેડ ગેમ્સના બીજા સીઝનમાં આવી શકે તેમ છે.સુરવીન સેક્રેડ ગેમ્સના પહેલા સીઝનમાં જોજોના કિરદારમાં જોવા મળી હતી. સેક્રેડ ગેમ્સનું પ્રીમિયર 15 ઓગસ્ટના રોજ આવી શકે તેમ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks