હોટ ફિગરની આ અંગની સાઈઝ પૂછી તો ચોંકી ઉઠી અભિનેત્રી, જુઓ
ફિલ્મી દુનિયામાં મોટું નામ બનાવવું પણ એટલું સહેલું નથી, ઘણી મુશ્કેલીઓનો સામનો કરી અને તેમને આગળ વધવું પડતું હોય છે. ખાસ કરીને અભિનેત્રીઓ સાથે એવી એવી ઘટનાઓ બને છે જયારે તેના વિશે અભિનેત્રીઓ ખુલાસા કરે છે ત્યારે કોઈપણ વ્યક્તિ હેરાન રહી જતા હોય છે.
ઘણી અભિનેત્રીઓને પોતાની સ્ટ્રગલના દિવસોમાં કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર બનવું પડતું હોય છે. મી ટુ અભિયાન અંતર્ગત ઘણી અભિનેત્રીઓ સામે આવી હતી અને તેમને આ બાબતે ખુલાસા પણ કર્યા હતા ત્યારે હાલમાં અભિનેત્રી સુરવીન ચાવલાએ પણ તેની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચને લઈને મોટો ખુલાસો કર્યો છે.
અભિનેત્રી સુરવીન ચાવલાએ હાલમાં જ આરજે સિદ્ધાર્થ કનન સાથે વાતચીતમાં આ વિષય ઉપર ખુલાસો કર્યો હતો. તેને વાતચીતમાં જણાવ્યું કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ બહુ જ થાય છે. સુરવીને જણાવ્યું કે જયારે તે ટેલિવિઝનમાંથી ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.
તેને જણાવ્યું કે મુંબઈમાં તેની પહેલી ફિલ્મની મિટિંગ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી. તેને પોતાના ઉપર જ શંકા થવા લાગી હતી કે જયારે તેના એપીરીયન્સ ઉપર, વજન ઉપર, કમર અને છાતીની સાઈઝ ઉપર સવાલ કરવામાં આવ્યા હતા. સુરવીનનું કહેવું છે કે સ્ત્રીની પરિભાષા આ બધા પેરામીટર્સથી નથી કરી શકાતી.
સુરવીને આગળ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ ઈશારો કરતા કહ્યું કે ત્યાં આવું બહુ જ થાય છે. જે કેટલાક વર્ષોમાં ઘણા હદ સુધી બદલાયું પણ છે. અભિનેત્રીએ જણાવ્યું કે ત્યાં શરૂઆતના દિવસો તેના માટે મુશ્કેલ હતા. પરંતુ હવે બોડી શેમિંગ જેવી વસ્તુઓ બદલાઈ રહી છે. મેન્ટલ હેલ્થ અને રિજેક્શન્સ ઉપર વાત કરવામાં આવી રહી છે.
સુરવીન ચાવલાએ કહી તો હોગા ધારાવાહિક દ્વારા અભિનયમાં ડેબ્યુ કર્યું હતું. તે કસોટી જિંદગી કી, કાજલ અને 24 ધારાવાહિકનો ભાગ રહી છે. 2008માં તેને કન્નડ ફિલ્મ પરમેશા પાનવાલાથી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં સુરવીને હમ તુમ શબાના, અગલી, હેટ સ્ટોરી 2, પાર્ચ્ડ, શોર્ટ ફિલ્મ છૂરીમાં કામ કર્યું છે. સેક્રેડ ગેમ્સ (2019)માં સુરવીનનો મહત્વનો રોલ હતો.