લસી બંગલો પાસે રહેતા બેંકના પ્યુન સુરેશદાન ગઢવીનું હાર્ટ એટેકથી મોત,, મોડીરાત્રે ગભરામણ થયા બાદ સારવાર મળે તે પૂર્વે દમ તોડ્યો
ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવે છે, છેલ્લા કેટલાક સમયમાં તો નાની ઉંમરના લોકોના પણ હાર્ટ એટેકથી મોત થયાની ખબર સામે આવી ચૂકી છે. ત્યારે હાલમાં રાજકોટમાં હાર્ટ-એટેકથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. તુલસી બંગલો પાસે, અંજલી પાર્કમાં રહેતા અને મોરબીમાં સેન્ટ્રલ બેંકમાં નોકરી કરતા 45 વર્ષિય સુરેશદાન ગઢવીનું હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હતું.
45 વર્ષિય સુરેશદાન ગઢવીનું હાર્ટ-એટેકથી મોત
રાત્રે 3.30 વાગ્યે સુરેશદાન ઘરે હતા ત્યારે ગભરામણ થતા પહેલા તેમને ફેમિલી ડોક્ટર પાસે અને પછી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.જો કે, આ દરમિયાન તેમણે રસ્તામાં જ દમ તોડી દીધો. જે બાદ સિવિલ હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. મૃતક 2 ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્યારે હવે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.