મનોરંજન

આ સિંગરે માધુરીનો નકારી કાઢ્યો હતો લગ્ન નો પ્રસ્તાવ, કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે

અભિનેત્રી માધુરી દીક્ષિત આજે લાખો કરોડો લોકોના દિલની ધડકન છે. બોલીવુડમાં તેની અદાઓ અને અભિનય જોવા માટે ચાહકો અધીરા થતા હોય છે, માધુરી એક સુંદર ડાન્સર પણ છે. આજે પણ માધુરી ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મોમાં માધુરીનો જમાનો હતો. અને દર્શકો તેના દીવાના હતા. એવામાં માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવા માટે લોકોની લાઈનો લાગતી. પણ એક વ્યક્તિ એવું હતું જેની સાથે માધુરીના લગ્ન થવાના હતા. પરંતુ એ વ્યક્તિએ માધુરી સાથે લગ્ન કરવાની ના પાડી હતી.

Image Source

નવાઈ લાગેને આ સાંભળીને ? પણ આ હકીકત છે. માધુરીના માતા-પીતા નહોતા ઇચ્છતા કે તે ફિલ્મોમાં કામ કરે. તેના પિતા ઇચ્છતા હતા કે તે એક સારા મરાઠી પરિવારમાં લગ્ન કરી અને ગૃહસ્થી સાંભળી લે. 1984માં રિલીઝ થેયલી ફિલ્મ “અબોધ” બાદ માધુરીના માતા-પિતા તેના લગ્ન કરી દેવા માંગતા હતા. એ ફિલ્મ એટલી ચાલી નહિ માટે માધુરીને પણ એમ લાગ્યું કે તેના પિતાની વાત તેને માની અને લગ્ન કરી લેવા જોઈએ.

Image Source

માધુરી માટે તેના પિતાએ છોકરો શોધવાની શરૂઆત પણ કરી દીધી. ઘણું જ શોધ્યા બાદ તેને સુરેશ વાડકર નામનો એક છોકરો પસંદ આવ્યો. સુરેશ એ સમયે ગાયિકામાં પોતાનું કેરિયર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

માધુરીના પિતા જ્યારે માધુરી માટેની વાત લઈને સુરેશ વાડકરના ઘરે ગયા પરંતુ તેમને નિરાશ થવું પડ્યું. સુરેશ માધુરી કરતા ઉંમરમાં 12 વર્ષ મોટો હતો. છતાં પણ તેને માધુરીને ફોટોમાં જોઈને જ ના પાડી દીધી હતી.

Image Source

સુરેશનું ના પાડવા પાછળનું કારણ માધુરીનો દેખાવ હતો. એ સમયે માધુરી ખુબ જ દુબળી-પાતળી દેખાઈ રહી હતી. સુરેશે કહ્યું કે તે આટલી દુબળી-પાતળી છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો, અને આજ કારણે તેને માધુરી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

માધુરી પોતે પણ માને છે કે એક સમયે તું ખુબ જ વધારે દુબળી હતી અને  દૂબળાપણું બોલીવુડમાં પણ તેના માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું. સુરેશ વાડકરે લગ્ન માટે ના પાડતા જ માધુરીએ લગ્ન કરવાનો વિચાર છોડી અને બોલિવુડમાં જ પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું. અને આજે તે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી તરીકેની ઓળખ કાયમ કરી ચુકી છે.

Image Source

જો એ સમયે સુરેશ સાથે લગ્ન કરી લીધા હોત તો બોલીવુડને તેની ધક ધક ગર્લ ક્યારેય ના મળી હોત. માધુરીની શરૂઆતની થોડી ફિલ્મો ફ્લોપ રહી પરંતુ 1988માં આવેલી ફિલ્મ “તેજાબ” ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના માટે એક નવી ઓળખ લઈને આવી. તેજાબ બાદ એકથી એક ચડિયાતી ફિલ્મો માધુરીએ આપી.

Image Source

માધુરી દીક્ષિત સાથે લગ્નની ના પાડીને જ્યારે સુરેશ વાડકરે માધુરીનો ફિલ્મોમાં જલાવો જોયો હશે ત્યારે તેને ક્યાંકને ક્યાંક અફસોસ જરૂર થતો હશે. જે વર્ષે બોલીવુડની અંદર માધુરી રાજ કાયમ થયું એ વર્ષે જ 1988માં સુરેશે પદ્મા સાથે લગ્ન કરી લીધા. આજે તેની બે દીકરીઓ પણ છે, અને તે પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે.

Image Source

માધુરી દીક્ષિતે પણ પોતાના કેરિયરને સફળતાની ટોચ ઉપર પહોંચાડ્યા બાદ 1999માં અમેરિકન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા. માધુરીના બે દીકરા છે, તે પોતાના પરિવાર સાથે આજે મુંબઈમાં રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.