સાયલામાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી નાખી હત્યા, ઘટનાને એવી રીતે આપ્યો અંજામ કે જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે

ફિલ્મોને ટક્કર મારતી અસલ જીવનની ક્રાઇમ સ્ટોરી, જે રીતે હત્યા થઇ એ ખુબ જ ભયાનક છે

પતિ પત્ની અને વોના કિસ્સાઓ ઠેર ઠેર જોવા મળે છે. લગ્નેતર સંબંધોનું પરિણામ પણ ઘણીવાર એવું ભયાનક આવે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. હાલ એવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સાયલામાં આવેલા ઢાંકણીયા ગામમાં બની છે. જ્યાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરી નાખી છે.

(મૃતક પતિ)

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકના પરિવવારજનોને શંકા જતા તેમને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે બાદ આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. સાયલ પોલીસ મથક દ્વારા મળી રહેલી માહિતી અનુસાર  સાયલા તાલુકાના ઢાંકણીયા ગામે ભાગે જમીન રાખી અને ખેતમજૂરી કરી રહેલા જેમાભાઈ વાઘેલાના લગ્ન 19 વર્ષ પહેલા રેખાબેન સાથે થયા હતા.

લગ્ન બાદ તેમને 3 દીકરા અને 1 દીકરી પણ હતા. પરંતુ લગ્ન બાદ પણ રેખાબેનને એક અન્ય પુરુષ ભરતભાઈ સાથે પ્રેમ સંબંધો હતા. પતિની હાજરીમાં પ્રેમી સાથે રહી ના શકવાના કારણે પત્નીએ જ પ્રેમી સાથે મળી અને પતિની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું.

(આરોપી પત્ની)

ત્રણ માહીનાથી પતિની હત્યાનું કાવતરું કરીને બેઠીલી પત્ની પતિને વાડીએ સુવા માટે લઇ ગઈ, અને ત્યાં રાત્રે તેના પ્રેમી ભરતને પણ વાડીએ બોલાવી ખાટલામાં દુપટ્ટા તથા સાડીથી બળજબરીપૂર્વક મોઢું દબાવી દીધું હતું અને ગળે ફાંસો આપી હત્યા કરી નાખી હતી.

ત્યારબાદ ઘટના સ્થળેથી પ્રેમી અને પત્નીએ ભેગા થઇ અને ભાગી ગયેલો ખાટલો અને મોબાઈલ સંતાડી દીધા હતા. ત્યારે બાદ પરિવારને ફોન કરીને જણાવ્યું કે જેમાભાઈ ઢોર ભગાડવા જતા તારમાં ગળેફાંસો આવી જતા તેમનું આકસ્મિક મૃત્યુ થયું છે.

(આરોપી પ્રેમી)

ત્યારબાદ પરિવાર પણ ત્યાં આવી ગયો હતો અને પત્નીએ રાત્રે લાશને ચીરફાડ કરે છે તેમ કહી અને પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી અને તરત જ અગ્નિસંસ્કાર પણ કરાવી દીધા હતા. પરંતુ પરિવારજનોને જેમાભાઇના મોત બાબતની આશંકાએ વધુ તપાસ હાથ ધરતા વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો. જેના બાદ તેમને પોલીસમાં ફરિયાદ કરતા આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો.

આ બાબતે હવે જેમાભાઈના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે સાયલા પોલીસ મથકે પત્નિ રેખાબેન વાઘેલા તથા પ્રેમી ભરતભાઈ રંગપરા સામે હત્યા અંગેની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

Niraj Patel