સુરેન્દ્રનગરમાં 7 વર્ષના દીકરાને સાવકી માતાએ આપ્યું હતું એવું દર્દનાક મોત કે આજેપણ પરિવાર ન્યાય માટે મારે છે વલખા

આપણે ત્યાં એક કહેવત છે, “છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ક્યારેય ના થાય !” એવી ઘણી ઘટનાઓ આપણે જોઈ હશે જેમાં એક માતા પોતાના સંતાન માટે પોતાના પ્રાણ ત્યજી દેતા પણ અચકાતી નથી હોતી, પરંતુ સગી મા એજ ખરી મા હોય છે. જો મા સાવકી હોય તો તેમનો સંતાનો ઉપર આપવામાં આવતો ત્રાસ પણ કોઈથી છાનો નથી.

આજથી લગભગ 4 વર્ષ પહેલા સુરેન્દ્રનગરમાં એક સાવકી માતા દ્વારા 7 વર્ષના દીકરાની હત્યા કરી નાખવામાં આવી હતી, આ ઘટનાને ચાર વર્ષ પૂર્ણ થવા છતાં પણ હજુ ન્યાય પરિવાર વલખા મારી રહ્યો છે. 7 વર્ષના દીકરાના પિતાએ પણ સપથ લીધી છે કે તેમના દીકરાની હત્યા કરનાર સાવકી માતાને સજા નહિ મળે ત્યાં સુધી તે બીજા લગ્ન પણ નહિ કરે.

આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા શાંતિલાલ પરમારના લગ્ન ડિમ્પલ નામની યુવતી સાથે થયા હતા, જેના દ્વારા તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો જેનું નામ ભદ્ર રાખવામાં આવ્યું. દીકરાના જન્મના થોડા સમય બાદ જ ડિમ્પલબેનનું કોઈ માંદગીના કારણે અવસાન થયું હતું.

પત્નીના અવસાન બાદ પરિવારજનોએ ભદ્રને માતાનો પ્રેમ અને હૂંફ મળી રહે તે માટે ઘનશ્યામભાઈના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને તેમના બીજા લગ્ન અમદાવાદની જીનલ નામની યુવતી સાથે નક્કી થયા. જીનલના અગાઉ બે લગ્ન થઇ ચુક્યા હતા અને તેને એક દીકરો અને એક દિકરી એમ બે બાળકો પણ હતા. શરૂઆતમાં બંનેનું લગ્ન જીવન સુખમય ચાલી રહ્યું હતું પરંતુ થોડા સમય બાદ બાળકોને લઈને બંને વચ્ચે માથાકૂટ થવા લાગી હતી.

આ દરમિયાન જ તા. 6 ફેબ્રુઆરી 2018ના રોજ જીનલ ભદ્રને હોમવર્ક કરાવવા માટે ઘરના ઉપરના રૂમમાં લઈને ગઈ હતી, જેની થોડી વાર બાદ જ જીનલ નીચે આવીને કહેવા લાગી કે ભદ્ર દીવાલ કૂદીને ક્યાંક ચાલ્યો ગયો છે, મોદી સાંજ સુધી પરિવારજનો દ્વારા ભદ્રની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

આ દરમિયાન જ રાત્રે 10 વાગ્યાની આસપાસ ભદ્રની લાશ ઘટના ઉપરના રૂમમાં રાખેલી સુટકેસમાંથી મળી આવી હતી, ભદ્રની લાશ જોતા જ પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. આ ઘટના અંગ પોલીસને જાણ કરતા પોલીસે જીનલની પુછપરછ કરી હતી જેમાં તેને હકીકત જણાવતા ભદ્રને મોઢા ઉપર ડૂચો મારી અને કપડાં વડે હાથપગ બાંધીને સૂટેક્ષમાં પુરી દીધો હોવાની વાત તેને કબૂલી હતી. જેના બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Niraj Patel