સુરેન્દ્રનગરમાં 2 ફૂટના ટાંકામાંથી સ્વામિનારાયણ મંદિરના સ્વામીની લાશ મળી આવતા ચકચાર ! હત્યા, આત્મહત્યા કે અકસ્માત ? મોતનું રહસ્ય ઘૂંટાયું

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હત્યા અને આત્મહત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, તો ઘણા લોકો અકસ્માતમાં પણ પોતાનો જીવ ગુમાવતા હોવાની ઘટનાઓ સતત સામે આવતી રહી છે, ત્યારે હવે આ મામલામાં સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરના સ્વામીની લાશ 2 ફૂટના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આવેલા એસએમવીએસ સ્વામિનાયારણ મંદિરમાં છેલ્લા 4 વર્ષથી સ્વામી તરીકેની સેવાઓ આપી રહેલા અનાદી સ્વરૂપદાસજી ગુરૂ દેવનંદદાસજી સ્વામીનો મૃતદેહ 2 ફૂટના ટાંકામાંથી મળી આવતા ઘણા સવાલો ઉભા થયા છે, તો બીજી તરફ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અનાદી સ્વરૂપદાસજી ગુરૂ દેવનંદદાસજી સ્વામી માત્ર 21 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરીને સ્વામી બની ગયા હતા, હાલ તેમની ઉંમર 44 વર્ષની હતી, હાલ તેઓ મંદિરમાં છેલ્લા 4 વર્ષથી મુખ્ય સ્વામી તરીકે સેવાઓ આપી રહ્યા હતા. ત્યારે હવે તેમના મોતનું રહસ્ય પણ ઘૂંટાયું છે. આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે.

આ ઘટના ગત ગુરૂવારના રોજ બની હતી. મંદિરમાં 18 ફૂટ પહોળો,14 ફૂટ લાંબો,14 ફૂટની ઊંડાઇવાળો તેમજ 2 ફૂટના 2 લોખંડના ઢાંકણાવાળા પાણીના ટાંકામાંથી અનાદીસ્વામીની લાશ મળી આવી હતી. જે અંગે બી ડિવીઝન પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્વામીના મૃતદેહ પર કોઇ શંકાસ્પદ નિશાન ન હોવાનું ધ્યાને આવ્યું હતું. મૃતકની લાશનું ગાંધી હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. મૃતક સ્વામીના પીએમ રિપોર્ટ બાદ જ હવે તેમની મોત પાછળનું સાચું કારણ બહાર આવે તેમ મીડિયા રિપોર્ટ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે. તો મંદિરના કર્મચારીઓના જણાવ્યા અનુસાર સ્વામી પોતે ઇલેકટ્રીકનું કામ પણ જાણતા હોય અવાર નવાર પાણીના ટાકા પાસે મોટરનું સેન્સર રીપેર કરવા ગયા હોય અને અકસ્માતે ટાકામાં ડૂબી ગયાને મોત થવાનું નિવેદન આપ્યું હતું.

Niraj Patel