સુરેન્દ્રનગરમાં પ્રેમીના પ્રેમમાં આંધળી બની મહિલા, પોતાના જ પેટના જણેલા માસુમ 2 વર્ષના દીકરાનો જીવ લઇ લીધો…કાળજું કંપાવનારી ઘટના

કળયુગની બેશરમ માં લફડામાં ભાન ભૂલી….ને પોતાના માસુમ 2 વર્ષના દીકરાને પતાવી નાખ્યો, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી કેટલીય હચમચાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી ઘટનાઓ હત્યાની એવી હોય છે જેમાં કોઈ અંગત અદાવતમાં તો કોઈ પ્રેમ પ્રસંગોમાં કોઈની પણ હત્યા કરતા જરા પણ અચકાતા નથી. ત્યારે હાલ એક હત્યાનો મામલો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે જેણે લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. અહીંયા પ્રેમમાં આંધળી બનેલી એક માતાએ પોતાના જ લાડકવાયા દીકરાની હત્યા કરી નાખી. (તમામ તસવીર સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હુસેના વાઢેર નામની મહિલાના લગ્ન આઠ વર્ષ પહેલા સાવરકુંડલાના જ રહેવાસી સલીમ રફાઈ સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન તેમને એક 4 વર્ષ અને એક 2 વર્ષનો દીકરો પણ હતા. પતિ પત્ની વચ્ચે ઘરમાં કોઈની કોઈ બાબતે અણબનાવ થતો રહેતો હતો અને તેના કારણે ઝઘડા પણ થતા હતા. જેથી મહિલા રાજકોટ પોતના પિયર ચાલી ગઈ હતી.

જેના બાદ હુસેનાનો પતિ સલીમ પણ તેના સસરાની બાજુના જ મકાનમાં રહેવા લાગ્યો હતો. પરંતુ છેલ્લા 6 મહિનાથી હુસેના તેના બાળકોને મારતી હતી અને તેથી કંટાળીને પતિ તેના વતન સાવરકુંડલા પરત આવી ગયો હતો. આ દરમિયાન છેલ્લા દોઢેક મહિનાથી તેના જાકીર નામના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા અને તેની સાથે જ તે વઢવાણ વિસ્તારના એક ભાડાના મકાનમાં 2 વર્ષના દીકરા આર્યન સાથે રહેતી હતી.

સાથે રહેતા બંને પ્રેમીઓના પ્રેમમાં આર્યન બાધારૂપ બનતો હતો. તે રડતો અને જીદ કરતો હતો. ત્યારે તેનાથી કંટાળીને માતાએ પ્રેમી સાથે મળીને ગત 8 માર્ચના રોજ આર્યનના માથામાં બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ પહોંચાવી હતી. આર્યનને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પતિ સલીમને દીકરાના મોતની જાણ કરવામાં આવતા તે પણ આવી પહોંચ્યા હતા.

અંતિમ સંસ્કાર સમયે સલીમે દીકરાના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન જોયા અને ડોક્ટરને જાણ કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે આર્યનનું મોત માર મારવાના કારણે થયું હતું. જેના બાદ તેમને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ માતા હુસેના અને પ્રેમી જાકીરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Niraj Patel