સુરેન્દ્રનગરમાં માતાની ગળુ કાપી દીકરાએ નિપજાવી હત્યા, પિતા પર પણ….

કોઈના પર ભરોસો મુકતા પહેલા સાવધાન: સુરેન્દ્રનગરમાં પુત્રએ ગળું કાપી માતાની હત્યા કરી નાંખી, કારણ હતું ચોંકાનવારુ

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. અંગત અદાવત તેમજ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત મિલકત માટે પણ હત્યા નિપજાવવામાં આવતી હોય છે. ત્યારે હાલ હત્યાનો ચકચારી કિસ્સો સુરેન્દ્રનગરના પાટડીમાંથી સામે આવ્યો છે. પાટડીના મેરા ગામે મહિલાની ગળુ કાપી હત્યા કરવામાં આવી, જ્યારે મહિલાના પતિ પર હુમલો કરવામાં આવ્યો, જેને ગંભીર ઇજી પહોંચી છે. તપાસમાં સામે આવ્યુ કે, હત્યા મહિલાના સાવકા પુત્રએ જ કરાવી છે. પિતા પાસે રહેલ બે લાખ રૂપિયા લેવા માટે સાવકા પુત્રએ સાવકી માતા અને પિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

જો કે, આરોપી પુત્રની પૂછપરછ દરમિયાન વધુ એક નામે આવ્યુ હતુ. જેણે તેની મદદ કરી હતી.મેરાના પાલાભાઇ અને તેમની પત્ની ગજરાબેન પર 10 જૂનના રોજ હુમલો થયો હતો અને ગજરાબેનની ગળુ કાપી હત્યા નિપજાવવામાં આવી હતી. જ્યારે પાલાભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમણે હુમલાખોરનો પ્રતિકાર કર્યો હતો જેને કારણે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પાલાભાઇને ગંભીર ઇજાને પગલે સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મૃતકના પુત્ર બાબુએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે પણ તપાસ આરંભી હતી.

ત્યારે દંપતિ પર હુમલો કરી હત્યા કરવા અંગે કોઇ નક્કર કળી ન મળતા બાબુની હિલચાલ શરૂઆતથી શંકાસ્પદ લાગી હતી. બાબુએ જણાવ્યુ હતુ કે જ્યારે દંપતિ પર હુમલો થયો ત્યારે તે ધાબા પર હતો. જો કે, પોલિસ પૂછપરછમાં બાબુના અલગ અલગ જવાબને પગલે તે શંકાના દાયરામાં આવ્યો અને પોલિસે ઊંડાણપૂર્વ પૂછપરછ કરી તો તે ભાગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો. તેણે પૂછપરછમાં કહ્યુ કે, તેના પિતા એટલે કે પાલાભાઇએ કેટલાક સમય પહેલા કૌટુંબિક જમીન વેચી હતી અને તેના 8 લાખ રૂપિયા મળ્યા હતા.

જેમાંથી દોઢ-દોઢ લાખ બે દીકરીઓને આપ્યા અને મધ્યપ્રદેશમાં રહેતા બીજા દીકરાને દોઢ લાખ રૂપિયા આપ્યા અને દોઢ લાખની એક કાર ખરીદી હતી. આ બધા રૂપિયાની વહેંચણીને પગલે બે લાખ રૂપિયા વધ્યા હતા અને તેને લઇને અવાર નવાર પુત્ર અને પિતા વચ્ચે માથાકૂટ પણ થઇ હતી. ત્યારે આ બે લાખ રૂપિયા લેવા માટે કપૂત દીકરાએ સાવકી માતા અને પિતાની હત્યાનો પ્લાન બપનાવ્યો. આ હત્યામાં તેનો મિત્ર કે જે ગાજણવાવમાં રહેતો હતો તે જગદીશ ઉર્ફે જગો પણ સામેલ હતો.

10 જૂનના રોજ બાબુ અને તેનો મિત્ર હત્યા કરવા પહોંચ્યા ત્યારે તેમણે ગજરાબેનના ગળે છરી મારી જ્યાં તેમનું મોત થયુ જ્યારે પાલાભાઇએ તેમનો સામનો કર્યો અને હત્યા કરવા આવેલા જગદીશને પાટુ મારતા જગદીશ ભાગી ગયો, ત્યારે બાબુ થોડીવારમાં જ્યારે ઘર પાસે એકઠા થયા ત્યાં તેણે એવો દેખાવ કર્યો કે કાંઇ બન્યુ જ ન હોય. ઉલ્લેખનીય છે કે, પોલીસે તપાસ કરી અને કડકડાઇથી પૂછપરછ કર્યા બાદ બાબુ અને જગદીશને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

Shah Jina