સુરેન્દ્રનગર : લોકમેળામાં મોતના કૂવામાં સ્ટંટ કરતા સમયે 30 ફૂટ ઉપરથી પડી કાર, વીડિયો જોઇ તમે પણ બૂમ પાડી ઉઠશો

લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ, જુઓ Video

હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેને લઇને મેળાની સીઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો પણ મિત્રો અને પરિવાર સાથે મેળાની મોજ માણી રહ્યાં છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના લોકમેળામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી.

મોતના કૂવામાં લગભગ 20-30 ફૂટ ઉપર સ્ટંટ કરતી વેળાએ એક કારના ટાયર નીકળી ગયા અને તેને પગલે કાર નીચે પટકાઇ. આ ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી. જો કે, પ્રસાશન વિભાગ દ્વારા મેળામાં આપવામાં આવતા ફિટનેસ સર્ટી પર સવાલો ઉભા થયા છે.

જો કે, રાહતની વાત એ હતી કે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જણાવી દઇએ કે, મોતના કૂવામાં વીમા અને પર્સિંગ કાર છે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને કારણે મેળા સંચાલકોમાં પણ દોડધામ મચી ગઇ હતી.

Shah Jina