સુરેન્દ્રનગરમાં શિતળા સાતમે ભાડુઆતે મકાન માલિક પત્નીને છરીના ઘા ઝીંકી મારી નાખી, કારણ સાંભળીને ચોંકી ઉઠશો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં હત્યા કરી હોવાનું સામે આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે પૈસાની બાબતે કોઇની સાથે તકરાર થતા મનમાં અદાવત રાખી હત્યા કરી નાખવામાં આવે છે. ત્યારા હાલમાં સુરેન્દ્રનગરમાંથી હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જોરાવરનગરના મેઇન ચોકની બાજુમાં રહેતા અને ધોબીકામ કરતા પરિવારના યુવાન પુત્ર અને તેની પત્નીને છરીના ઘા ઝીકી હુમલો કરવામાં આવ્યો.આ હુમલામાં પત્નીનું મોત થયું જ્યારે પતિ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યો છે.

આરોપી હત્યા કરી નાસી છૂટ્યો હતો અને મૃતકના પરિવારજનોએ આરોપી નહીં પકડાય ત્યા સુધી લાશ નહી સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, ધોબી પરિવારના હર્ષીલભાઇ પરમાર ખાનગી ઓફિસમાં નોકરી કરે છે અને પત્ની જ્યોતીબેન બંને સાથે મળીને લોકોના કપડા ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કરતા. તેમનું પોતાનું જૂનું મકાન જોરાવરનગર મેળના ચોકની બાજુમાં અંદરની ગલ્લીમાં આવેલું છે. જો કે, આ મકાનમાં તેમની સાથે અન્ય 5 જેટલા વર્ષો જૂના ભાડુઆત પણ રહે છે.પહેલા બધા પરિવારની જેમ રહેતા.

જો કે, આ મકાન હર્ષીલભાઇના પિતાએ મૂળ માલિક પાસેથી ખરીદી લીધુ હતુ અને પછી પૈસાની બાબતને લઇને બધાય વચ્ચે તકરારો થવા લાગી હતી. જોકે, છેલ્લા ઘણા સમયથી સામાન્ય બોલાચાલી થતા શિતળા સાતમના દિવસે આરોપી અનીલ ચૌહાણ છરી સાથે મકાનની ખંચાળી પાસેના બારણાથી દૂકાનમાં ઘૂસ્યો અને પતિ અને પત્નીને છરીના ઘા ઝીકી દીધા. જો કે, આરોપી હુમલો કર્યા બાદ ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં પતિ અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

પ્રતિકાત્મક તસવીર

પરંતુ ત્યાં હાજર તબીબો દ્વારા જ્યોતીબેનને મૃત જાહેર કરવામાં આવ્યા અને હર્ષીલભાઇની હાલત નાજુક જણાતા તેમનું ઓપરેશન હાથ ધરાયુ. ઘટનાની જાણ થતા જ જ્યોતીબેનના મામા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા અને આરોપીને પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. આરોપીને શોધવા પોલિસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપી ધ્રાંગધ્રા આસપાસ હોવાની હકીકત મળતા જ મોડી સાંજના અનીલ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.

Shah Jina