સુરેન્દ્રનગરમાં પડોશી યુવકના ભરતને લીધે યુવતીએ જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને સ્તબ્ધ થઈ જશો

આ શું થઇ રહ્યું છે આપણા ગરવી ગુજરાતમાં? પહેલા ગ્રીષ્મા હવે આ સુરેન્દ્રનગરની યુવતીએ યુવકના ત્રાસને લીધે જીવન ટૂંકાવ્યું- જાણો વિગત

ગુજરાતમાંથી અવાર નવાર યુવક દ્વારા યુવતિને હેરાન કરવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે અથવા તો કંટાળીને યુવતિ આપઘાત કરી લેતી હોય છે. ત્યારે આવો જ કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના દૂધરેજ ફાટક બહારના વિસ્તારમાં રહેતી યુવતીએ પડોશી યુવકની હેરાનગતીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત યુવકે યુવતી સાથેના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મુક્યા હતા અને આ બાબતે યુવતીને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી. (તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

તે બાદ તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. આ મામલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી, જે બાદ પોલિસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. છાયા નામની યુવતીની પાડોશમાં રહેતા ભરત ગોરૈયા સાથે સગાઇની વાત ચાલતી હતી. પરંતુ કોઇ કારણસર યવકના લગ્ન બીજી યુવતી સાથે થઇ ગયાઅને તેણે બે વર્ષમાં છુટાછેડા પણ લઇ લીધા હતા.

જે બાદ ભરત છાયાને લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો અને અવારનવાર છાયા જો કોઇ પણ વસ્તુ લેવા માટે બહાર જાય તો તેનો પીછો પણ કરતો અને તેને પરેશાન કરતો. છેલ્લો તો ભરતે છાયાને છરી બતાવી અને ધમકી આપી હતી કે મારી સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાંખીશ આવો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

યુવતી તાબે ન થતા ભરતે છાયા સાથે અગાઉના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામમાં મુક્યા હતા અને આ વાત યુવતિને લાગી આવી હતી જેના કારણે તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગે જાણ થતાં જ પરિવારજનો છાયાને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા પંરતુ સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ, જે બાદ પોલીસે છાયાના નિવેદનના આધારે મરવા માટે દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી ભરતને ઝડપી લીધો હતો.

Shah Jina