સુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલે 2 વર્ષના બાળકને સૂવડાવી કરી લીધી આત્મહત્યા, કારણ સાંભળીને ખળભળી ઉઠશો કે ખરેખર આવું?

સુરેન્દ્રનગરમાં 4 વર્ષથી પોલીસમાં નોકરી કરતી મહિલાએ કરી લીધી આત્મહત્યા, કારણ સાંભળીને ખળભળી ઉઠશો કે ખરેખર આવું?

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમસંબંધમાં જીવન ટૂંકાવતુ હોય છે, તો ઘણીવાર કોઇ માનસિક-શારીરિક હેરાનગતિને કારણે જીવનનું અંતિમ પગલુ ભરવા માટે મજબૂર થઇ જતુ હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ નજીવી બાબતે બોલાચાલી બાદ પણ કેટલાક લોકો આપઘાત જેવું પગલુ ભરી લેતા હોય છે. ત્યારે હાલ આપઘાતનો જે કિસ્સો સામે આવ્યો છે, તે સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. અહીં એક મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

28 મહિનાના એટલે કે 2 વર્ષના બાળકને પહેલા સૂવડાવ્યુ અને તે બાદ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાથી પોલીસબેડામાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. પોતાના પતિ સાથે મહિલા કોન્સ્ટેબલને સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી અને પતિ વાસણ ધોવાનું કહી પોતાની ફરજ પર જતા રહ્યા હતા. જે બાદ મહિલા કોન્સ્ટેબલને લાગી આવતા તેણે આત્મહત્યા કરી લીધી.

વર્ષાબેન પોતાની ફરજ પતાવી ઘરે આવ્યા હતા અને એ સમયે પતિએ વાસણ ધોવાનું કહેતાં તેમને લાગી આવ્યું હતું. તેમની પતિ સાથે સામાન્ય બાબતે તકરાર પણ થઈ હતી. ત્યાર બાદ તેમના પતિ કે જે પોતે જેલ સિપાઈમાં ફરજ બજાવે છે તે પોતે નોકરી પર જતા રહ્યા હતા. ત્યારે બાદ મહિલા કોસ્ટેબલે પોતાના હેડક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ તો આ ઘટનાને લઇને પોલિસે કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી છે.

મૃતક વર્ષાબેન સુરેન્દ્રનગરના વઢવાણના ગ્રામ્ય વિસ્તારનાં વતની હતા. તેમના લગ્ન પણ વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં જ થયા હતા. તે છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી પોલિસમાં ફરજ બજાવે છે. તેમને 2 વર્ષનું બાળક પણ છે, જેને તેમણે સૂવડાવીને પોલીસની વર્દી સાથે જ પંખે લટકી ગળે ફાંસો ખાઇ લીધો હતો. છેલ્લાં 4 વર્ષ અને 11 માસ તેમણે પોલીસમાં ફરજ બજાવી છે, ત્યારે હવે કાયમી થવાને માત્ર એક મહિનો બાકી હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલે નજીવી બાબતે આત્મહત્યા કરી લીધી હતી.

Shah Jina