હે રામ, આ શું થઇ રહ્યું છે…સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો અક્ષરનિવાસ થતાં શોકની લહેર- જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, લગભગ રોજ કોઇના કોઇનું હાર્ટ એટેકથી મોત થયુ છે અને સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસ લોકોમાં ચિંતા પણ જગાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી 24 કલાકમાં 3 લોકોના મોત થયા હોવાની ખબર છે.
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકથી 3ના મોત
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. પૂ.પરમપ્રકાશ સ્વામીના નિધનથી શોકનો માહોલ છવાયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 12 કલાકમાં બેના હાર્ટ એટેકથી મોત થયા હતા. ડેરવાળા ગામના આધેડ નીરૂભા રાણાનું છાતીમાં દુખાવો થતા મોત થયુ જ્યારે લીલાપુરની એક મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત થયુ હોવાની ખબર છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો અક્ષરનિવાસ
ઉલ્લેખનીય છે કે, તહેવારના દિવસોમાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 3 લોકોના મોત થતાં શોકનો માહોલ છવાયો છે. જો કે, ચિંતાની વાત એ પણ છે કે સુરેન્દ્રનગરમાં એક જ મહિનામાં હાર્ટ એટેકથી 20થી વધારે લોકો મોતને ભેટ્યા છે.