સુરેન્દ્રનગર : એક જ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત, માતા-પિતા અને દીકરીએ આપઘાત કરતા ચકચાર

સુરેન્દ્રનગરની દુખદ ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત, કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યુ જીવન

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક જીવનથી નાસીપાસ થવાને કારણે તો કેટલાક અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણીવાર સામૂહિક આપઘાતના પણ મામલા સામે આવે છે, જે ચકચારી જગાવતા હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાંથી સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે, જમાં દરજી પરિવારના 3 સભ્ય એટલે કે પતિ, પત્ની અને તેમની પુત્રીએ રાજપર પાસેની કેનાલ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેમના મૃતદેહો શુક્રવારે સવારે 10 વાગ્યા આસપાસ મળી આવતાં અરેરાટી મચી ગઇ હતી. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના આત્મહત્યાની લાગી પણ પોલીસને આપઘાતનું કોઈ કારણ હજુ મળ્યું નથી. આ ઘટનામાં માતા-પિતા અને વ્હાલસોયી બહેનને ગુમાવનાર દીકરાએ તેમની સાથે કંઇક અઘટિત થયાની આશંકા સાથે ફોરેન્સિક લેબોરેટરીમાં પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરી છે. ત્યારે પુત્રની માગણી સ્વીકારી પોલીસે ત્રણેય મૃતદેહો રાજકોટ મોકલ્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વઢવાણના સાંકડી શેરીના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં દાળમિલ રોડ ઉપર રહેતા દિપેશભાઈ પાટડિયા દરજી કામ કરતા હતા અને તેઓ સુરેન્દ્રનગરમાં મેઇન બજારમાં આકાશગંગા કોમ્પ્લેક્સના પહેલા માળે બ્રિલ્યન્ટ ટેઇલર નામની દુકાન ધરાવે છે. દિપેશભાઈ પેન્ટ-શર્ટની સાથે સુટ બનાવવાના કારીગર પણ હતા અને તેમનો ધંધો પણ સારો ચાલી રહ્યો હતો. તેમણે 2 મહિના પહેલાં દાળમિલ રોડ ઉપર આવેલું મકાન વેચ્યુ,

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

જેનું કારણ એ હતુ કે, દીકરો અમદાવાદ કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યાં સેટ થવા માટે તેમણે મકાન વેચી દીધું હતું. એકદમ શાંત સ્વભાવના અને કોઈની પણ સાથે દુશ્મની ન ધરાવતા દિપેશભાઈની સાથે તેમની પત્ની પુષ્પાબેન અને 20 વર્ષની દીકરી ઉત્સવીનો શુક્રવારે સવારે 10 વાગ્યા આસપાસ રાજપર પાસે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે મૃતકના સંબંધીના ત્યાં ચાંદલાનો પ્રસંગ હોવાને કારણે દીકરીએ ગુરુવારે રાતે હાથે મહેંદી પણ મૂકી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

માટે હવે એ સવાલ છે કે એવું તો એક જ રાતમાં શું બન્યું કે પરિવારના ત્રણ સભ્યો જીવન ટૂંકાવી લીધુ. કૅનાલ પરથી એક પુરૂષનું અને એક મહિલાનું ચપ્પલ સહિત ચશ્માં અને ચાવીનો જૂડો મળી આવ્યો હતો અને આ સાથે જ ઝેરી દવાની એક શીશી પણ મળી હતી. જે બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તેમણે દવા પીને કૅનાલમાં ઝંપલાવ્યા હશે.

Shah Jina