મશહૂર સિંગરે હોસ્પિટલના બેડ પર ગાયુ ‘અલ્લાહ દે બંદે…’ ગીત, પછી સુરેન યુમનમે તોડ્યો દમ, વીડિયો જોઇ તમે પણ થઇ જશો ભાવુક

દુઃખદ: દિગ્ગજ સિંગરે દુનિયાને કહ્યું અલવિદા, નાની ઉંમરે તોડ્યો દમ

છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક અભિનેતા કે અભિનેત્રીઓ કે પછી સિંગરના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં પણ એક પ્રખ્યાત મણિપુરી ગાયકના નિધનના સમાચાર સામે આવ્યા છે. સિંગર સુરેન યુમનમનું લાંબી માંદગી બાદ હોસ્પિટલમાં અવસાન થયું છે. તચે માત્ર 35 વર્ષના હતા અને લાંબા સમયથી લિવર સંબંધિત બીમારી સામે લડી રહ્યા હતા.

સુરેન યુમનમે સારવાર દરમિયાન ક્યારેય હિંમત હારી ન હતી. તે હંમેશા જીંદાદિલ રહ્યા, આ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જે છેલ્લો સાબિત થયો છે. સિંગર યુમનમ હોસ્પિટલના બેડ પર મશીનોથી ઘેરાયેલા હોવા છતાં કૈલાશ ખેરનું ગીત ‘અલ્લાહ કે બંદે’ શક્તિશાળી અવાજમાં ગાતા જોવા મળે છે. સુરેન યુમનમના નિધન બાદ ભાવુક કૈલાશ ખેરે સોશિયલ મીડિયા પર ગીત ગાતો એક વીડિયો શેર કર્યો છે.

કૈલાશ ખેરે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું- ‘મણિપુરના પ્રિય અને પ્રખ્યાત ગાયક સુરેન યુમનમ હોસ્પિટલના બેડ પર અલ્લાહ કે બંદે…ગાતા ગઈકાલે મણિપુરમાં તેમની બિમારીના કારણે મૃત્યુ પામ્યા અને સ્વર્ગસ્થ નિવાસ માટે રવાના થયા. પરંતુ બધા માટે સ્મિત સાથે જીવવાનો સંદેશો છોડી દીધો…’ કૈલાશ ખેરે લખ્યું- ‘જ્યારે આ વીડિયો જોયો અને તેનો અવાજ સાંભળ્યો ત્યારે ખૂબ જ દુઃખ થયું કે તે કેવી રીતે બીજા દિવસ જીવવા માટે ઉત્સુક છે.

જ્યારે મને ખબર પડી કે મણિપુરના લોકોએ તેની સારવાર માટે 58, 51, 270 રૂપિયા એકઠા કર્યા અને તેની સારવારમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું ત્યારે પણ ખુશીની કોઈ સીમા ન રહી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ભગવાન મણિપુરના લોકોનું ભલું કરે.

 

View this post on Instagram

 

A post shared by Kailash Kher (@kailashkher)

Shah Jina