હે રામ… આ શું થઇ રહ્યું છે ? સુરતમાં સિવિક સેન્ટરના ઇન્ચાર્જને શ્વાસ લેવામાં તકલીફ પડતા જ ઢળી પડ્યા અને મળ્યું મોત

રાંદેર ઝોનના સિવિક સેન્ટરના ઈન્ચાર્જનું હૃદયરોગના હુમલામાં મોત, ફેબ્રુઆરીમાં થવાના હતા નિવૃત્ત- અંદરની વિગત જાણી ધ્રુજવા લાગશો

Surat’s civic center incharge died of a heart : “ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે, ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, આ ઉપરાંત ઘણા મોટી ઉંમરના લોકોને ઊંઘમાં જ કે કોઈ કામ કરતા કરતા પણ હાર્ટ એટેક આવ્યા હોવાના મામલાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે હાલ હાર્ટ એટેકનો એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં સિવિક સેન્ટરના ઇન્ચાર્જનું હૃદયરોગથી મોત થયું છે.

સિવિક સેન્ટરના ઇન્ચાર્જને આવ્યો હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સિવિક સેન્ટરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા મળતી બેન રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા. ત્યાં જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાના અકરને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.  માલતીબેનના નિધનના કારણે તેમના પરિવારમાં પણ ઊંડો શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત પાલિકામાં પણ શોકનો માહોલ છવાયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

10 દિવસ પહેલા જ દીકરો ગયો હતો રશિયા :

માલતીબેનને સંતાનમાં એક દીકરો હતો, જે હજુ તો 10 દિવસ પહેલા જ રસિયાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. હજુ તો દીકરાના વિદેશ ગાયને 10 દિવસ જ થયા હતા ત્યાં જ માતાનું મોત નીપજ્યું . માલતીબેનને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ ગભરામણ થઇ હતી, જેથી તેમને અડાજણ ખાતે આવેલું બીએપીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

(પ્રતીકાત્મક તસવીર)

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ યુવકોને હાર્ટ એટેક :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર જ હાર્ટ એટેકને ઘણા મામલાઓ સામે આવી ચુક્યા છે. સુરેન્દ્રનગરમાં પણ એક 25 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. યુવક પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન રનિંગની પ્રેક્ટિસ કરવા દરમિયાન જ તે ઢળી પડ્યો હતો. જેના બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 2 દિવસ પહેલા રાજકોટમાં પણ એક યુવકને ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો.

Niraj Patel