સુરતમાં 6 મહિનાથી ભાગતા ફરતા ગોલ્ડન મેન તરીકે ઓળખાતો માથાભારે જફર આખરે ચઢી ગયો પોલીસના હાથે

સુરતના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા માથાભારે વ્યક્તિએ શું કારનામા કર્યા છે જાણો છો? પોલીસના હાથે ઝડપાયો

દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, તેમાં પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે, ત્યારે પોલીસ પણ હવે ગુનેગારો પર ચાંપતી નજર રાખી રહી છે, ત્યારે હાલ સુરતમાંથી એક કુખ્યાત ગુનેગારને ઝડપી પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા ભૂખ્યા જફર બોર્ડની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી ઉપર મારામારી, હત્યાના પ્રયાસ અને સરકારી કર્મચારી ઉપર હુમલો કરવાનો આરોપ હતો અને તે છેલ્લા છ મહિનાથી પોલીસની પકડથી ભાગતો ફરતો હતો.

સુરતનો આ અપરાધી જાફર સુરતના કાપડ બજારમાં લોકોને ધમકીઓ આપીને રૂપિયા પણ પડાવતો હતો આ ઉપરાંત તે બીજા અનેક ગુન્હાઓ સાથે સંડોવાયેલો હતો. તેને સરકારી કર્મચારી ઉપર પણ હુમલો કરતો હતો અને છેલ્લા છ મહિનાથી પોલીસથી ભાગતો ફરતો હતો, પરંતુ આ દરમિયાન જ પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરી હતી.

આરોપી જફરને ગોલ્ડન મેન તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તે પોતાના શરીર ઉપર અંદાજિત કરતા વધારે સોનાના દાગીના પહેરીને ફરતો હતો. તે આસપાસના વિસ્તારમાં દાદાગીરી કરવા માટે પણ જાણીતો હતો. આરોપીની ધરપકડ બાદ વિવિધ કલમો હેઠળ તેના વિરુદ્ધ ગુન્હો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કાપડ બજારના વેપારીઓએ પણ જફરની ધરપકડ બાદ રાહતનો શ્વાસ લીધો છે.

Niraj Patel