સુરતમાં કોલેજીયન યુવતિને કપલ બોક્સમાં બોલાવી યુવકે આચર્યુ દુષ્કર્મ, દીકરીના માં-બાપ ચેતી જજો, દીકરીઓ ક્યાં જાય શું કરે તે જાણવું છે જરૂરી
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના વધી રહી છે. રાજ્યમાંથી અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી તો આવી ઘટના અનેકવાર સામે આવતા ચકચાર મચી જતી હોય છે. હાલમાં દુષ્કર્મની એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં એક યુવકે કોલેજીયન યુવતિને કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હતુ અને આ અંગે હવે ઉમરા પોલિસમાં ફરિયાદ નોંધાઇ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
યુવતિએ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો અને યુવકે કોલેજના ગ્રુપ અને પરિવારને તેના ફોટો વીડિયો મોકલવાનું કહી બ્લેકમેઇલ કરી હતી અને દુષ્કર્મ આચર્યુ હતુ. પોલિસે યુવતિની મદદથી છટકુ ગોઠવ્યુ અને નરાધમને ઝડપી પાડ્યો હતો. યુવકે વેસુ વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતિ સાથે પહેલા મિત્રતા કેળવી હતી અને તેને મળવાના બહાને યુ એન્ડ મી કાફેમાં લઇ ગયો હતો, જે બાદ તેણે યુવતિ સાથેની કેટલીક તસવીરો ક્લિક કરી અને પછી તેના સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
યુવકે યુવતિને કહ્યુ કે જો તે તેની સાથે સંબંધ નહિ રાખે તો તે ફોટા વાયરલ કરી દેશે તેવી ધમકી પણ આપી હતી. યુવતિએ બાદશાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બાદશાહ વર્ષ 2021થી યુવતિ સાથે પ્રેમ સંબંધમાં હતો અને આ દરમિયાન તે યુવતિને અવાર નવાર કાફેમાં લઇ જતો અને સંબંધ બાંધતો હતો અને જબરદસ્તી પાર્ક પાસે બોલાવી અડપલા પણ કરતો.
યુવતિ આરોપી સાથે સંબંધ રાખવા ઇચ્છતી ન હતી અને તો પણ જબરદસ્તી આરોપીએ સંબંધ રાખવા દબાણ કર્યુ હતુ. જે બાદ યુવતિના ફોટા કોલેજ ગ્રુપ અને પરિવારમાં મોકલવાનું કહી બ્લેકમેઇલ કરતો હતો. આ સાથે તે યુવત્ના માતા-પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો. આ બાબતે યુવતિએ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે યુવતિની મદદથી છટકુ ગોઠવી આરોપીને ઝડપી લઇ તેની સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.