સુરતમાંથી ઝપડાયો નકલી PSI, નાનપણથી PSI બનવાનું સપનું જોયું હતું, પૂરું ના થતા દુકાનમાંથી યુનિફોર્મ ખરીદી પહેરી લીધું, આ રીતે ફૂટ્યો ભાંડો

મહિનાઓ સુધી પોલીસ અને પબ્લિકને ઉલ્લુ બનાવતો હતો, પરિવાર પાડોશીને બધાને કહ્યું, પોલીસની નોકરી લાગી છે પછી આ રીતે ઝડપાયો

સરકારી નોકરી મેળવવાની ઈચ્છા દરેક લોકો રાખતા હોય છે અને નોકરી મેળવવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે, પરંતુ ઘણા ઓછા એવા લોકો હોય છે જેમનું આ સપનું પૂર્ણ થતું હોય છે અને તે સરકારી નોકરી મેળવતા હોય છે. પોલીસમાં જવાનું પણ સપનું ઘણા લોકો જોતા હોય છે, ત્યારે હાલ એવા જ એક યુવાને બાળપણથી જ PSI બનવાનું સપનું જોયું હતું, પરંતુ તેનું આ સપનું પૂરું તો ના થયું પણ તેના મનમાંથી PSI બનવાનું ભૂત ના ઉતર્યું. એટલે તેને દુકાનમાંથી વર્ધી વેચાતી લઈને પહેરીને પોતાનો શોખ પૂર્ણ કરવા લાગ્યો, પરંતુ આખરે તે પોલીસના હાથમાં આવી ગયો.

આ મામલો સામે આવ્યો છે સુરતમાંથી. જ્યાં સુરત પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે જે પીએસઆઇનો ડ્રેસ પહેરીને ફરતો હતો. આ યુવકનું સપનું બાળપણથી જ PSI બનવાનું હતું, પરંતુ ઓછા ભણતરના કારણે તે પોલીસમાં જોડાઈ શક્યો નહિ. જેના કારણે તેને દુકાનમાંથી પોલીસના કપડાં ખરીદી લીધા અને છેલ્લા દોઢ મહિનાથી તે આ કપડાં પહેરીને રોજ ઘરેથી નીકળતો હતો. તેને ઘરે અને આસપાસના લોકોને પણ જણાવ્યું હતું કે તેની નોકરી લાગી ગઈ છે. પરંતુ તેનો આ શોખ હવે તેને જ ભારે પડ્યો.

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર બી.આર. રબારી જયારે માંડરવાજા સોમાલાઈ હનુમાન મંદિર પાસે પટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે તેમને મોપેડ પાર્ક કરીને સબ ઇન્સ્પેકટરની વર્ધીમાં એક યુવકને બેઠેલો જોયો હતો. અસ યુવકની દાઢી વધી ગઈ હતી અને તેના બાળ પણ લાંબા હતા જેના કારણે ઇન્સ્પેકટરને તેના પર શંકા ગઈ અને તેની પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ યુવકે સંતોષ કારક જવાબ આપ્યો નહોતો. જેના બાદ તેને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો.

પોલીસ સ્ટેશનમાં આ યુવકનો ભાંડો ફૂટી ગયો. આ યુવકનું નામ નિરલ અશ્વિન રાઠોડ હોવાનું સામે આવ્યું. જેની ઉંમર 24 વર્ષની હતી અને તે પોપડા ગામનો રહેવાસી હતો. પોલીસ પુછપરછમાં તેને જણાવ્યું કે તેને પોલીસમાં જોડાવવાનું સપનું હતું, પરંતુ 8 પાસ હોવાના કારણે તેનું સપનું પૂર્ણ ના થયું. જેના બાદ દુકાનમાંથી યુનિફોર્મ ખરીદી પહેરી લીધું અને સગા સંબંધીઓને એમ કહ્યું કે તેને પોલીસમાં નોકરી લાગી છે. જેના  બાદ છેલ્લા દોઢ મહિનાથી તે યુનિફોર્મ પહેરીને ઘરેથી નીકળતો અને સવારથી સાંજ સુધી ક્યાંક બેસી રહેતો.

Niraj Patel