સુરતમાં ઘરેથી માતાને કહી નીકળ્યો હતો-10 મિનિટમાં આવું છે, પરંતુ 30 મિનિટ પછી એવી ખબર આવી કે… માતા ડૂબી ગઇ શોકમાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઘણા ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અવાર નવાર હત્યાના કિસ્સાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ જ એક હત્યાનો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવક ઘરેથી તેની વિધવા માતાને એવું કહી નીકળ્યો હતો કે તે 10 મિનિટમાં આવે છે, પરંતુ તે ન આવ્યો અને તેના મોતની ખબર આવી હતી. આ મામલે હાલ તો પોલિસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના રાંદેરમાં પાલનપુર પાટિયા નજીક રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રવિ નામના યુવકની ગતરોજ હત્યા કરી દેવામાં આવી હતી. રવિએ પિતાના મોત બાદ પરિવારની જવાબદારી ઉપાડી હતી. તે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તે રાત્રે પોતાના કામ પરથી આવ્યા બાદ વિધવા માતા પાસેથી 50 રૂપિયા લઈને 10 મિનિટમાં આવું છું તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે ઘરે પાછો ન આવ્યો અને તેની મોતની ખબર આવી.

ઉલ્લેખનીય છે કે, રવિને ત્રણ મહિના પહેલા અક્ષય નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન અક્ષયે તેને લોખંડના સળીયા વડે માર માર્યો હતો. જે બાદ અક્ષયે ગત રાત્રે રવિ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો અને આ હુમલામાં રવિનું મોત નીપજયું હતું. રવિ જયારે ઘરેથી નીકળ્યો ત્યારે તે પોતાની માતાને એવું કહી નીકળ્યો હતો કે તે 10 મિનિટમાં આવે છે.

જોકે, રવિ આવ્યો ન હતો પરંતુ 30 મિનિટ બાદ તેના મોતના સમાચાર આવ્યા છે. રવિના મોતના સમાચાર આવતા જ લોકો શોકમા ડૂબી ગયા હતા. રવિ પરિવારમાં મોટો હતો અને પરિવારની જવાબાદરી પણ તે જ ઉપાડતો હતો.પોલિસને આ મામલાની જાણ થતા તેઓ દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Shah Jina