ખબર

સુરતમાં મૂર્તુઝા ખાન મુંબઈથી આવેલી યુવતીને હોટલમાં લઇ ગયો ત્યાં, લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ, પછી ….

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને મહિલાઓ સહિત સગીરાઓ સાથે પણ છેડતી અને દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ ચકચારી પણ મચી જતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક મહિલા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે.

એક યુવાને મહિલાની લાજ લૂંટલાનો પ્રયાસ કર્યો અને આ મામલે મહિલાએ સુરતના ઉમર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈથી આવેલી એક ઇવેન્ટ મેનેજમેન્ટની મહિલા સાથે ઇવેન્ટ મેનેજરે હોટલમાં શારીરિક અડપલાં કર્યા હતા અને આ મામલે મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલાની ફરિયાદ બાદ પોલીસે હોટલ મેનેજર મૂર્તુઝા ખાન, અલી, જીયાસિંઘ અને મરજીના સામે ગુનો નોંધ્યો છે.

આ કેસમાં પોલીસે ચારેયની ધરપકડ પણ કરી છે. મુખ્ય આરોપી મેનેજર મૂર્તુઝા ખાને પીડિત મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેને પગલે તે રૂમમાંથી બહાર આવી ગઇ હતી અને તેની મિત્રને આ હકીકત કહી હતી.

જો કે, આ દરમિયાન તેઓએ ગાળાગાળી કરી ચપ્પલથી મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, 11 તારીખે રાત્રે ફરિયાદીને તેની મિત્રએ હોટલના અન્યરૂમમાં મિટિંગ માટે બોલાવી અને પછી ફરિયાદી રૂમમાં જતા જ ત્યાં અન્ય બે મહિલાઓ અને બે પુરુષો બેઠા હતા.

Image source

જેમાં એક મૂર્તુઝા ખાન હતો, જે હોટલનો મેનેજર છે. આરોપી અને ફરિયાદી સિવાય તમામ લોકો પોતપોતાના અંગત કારણો સર રૂમમાંથી બહાર આવી ગયા અને આ દરમિયાન મૂર્તુઝા ખાને ફરિયાદી મહિલાની છેડતી કરી.જો કે, આરોપીએ મહિલાની લાજ લૂંટવાનો પ્રયાસ કરતા મહિલા પોતાનો જીવ બચાવવા માટે હૉટલના બાથરૂમમાં ભરાઇ ગઇ હતી.