સુરતના જહાંગીરપુરામાં મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં મોટો વળાંક, 3 શખ્સોએ ન્યૂડ ફોટો વાયરલ ….. આખી મેટર વાંચો

મહિલા પ્રોફેસરે ટ્રેન વચ્ચે પડતું મૂકી આપઘાત કર્યો, હવે એવો ચોંકાવનારો ખુલાસો થયો કે તમારી આત્મા ખળભળી ઉઠસે

Surat woman professor suicide : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક આર્થિક તંગીને કારણે તો કેટલાક માનસિક તણાવને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો. સુરતના (Surat) જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા પ્રોફેસરે કોઇ કારણોસર આપઘાત કરી લીધો હતો અને હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

16 એપ્રિલના રોજ ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે મહિલા પ્રોફેસરે ટ્રેન વચ્ચે પડતું મૂકી આપઘાત કર્યો હતો અને હવે આપઘાત પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અલગ અલગ ત્રણ નંબરો પરથી મહિલા પ્રોફેસરના ન્યૂડ કરેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 23 હજાર જેટલા રૂપિયા પડાવી લેવામાં આવ્યા અને આ પછી પણ માંગણી ચાલુ રહેતા મહિલા પ્રોફેસરે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે.

ત્યારે હવે મૃતકની માતાએ અજાણ્યા ત્રણ મોબાઈલ નંબરના ધારક અને પતિ સહિત સાસરિયા પક્ષ સામે આક્ષેપ કરતા ગુનો નોંધાવ્યો છે. સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલ સગીની વાર્ડનીયા રેસિડેન્સીમાં રહેતી પરમાર પરિવારની મહિલા પ્રોફેસરે 16 એપ્રિલના રોજ ઉત્રાણ-કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન વચ્ચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

મૃતકની માતાએ આક્ષેપ કર્યો છે કે, તેમની દીકરીને અજાણ્યા ત્રણ નંબરો પરથી ફોન આવતા અને રૂપિયાની માંગણી કરવામાં આવતી. આ ઉપરાંત દીકરીના ન્યૂડ કરેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી 23 હજાર રૂપિયા પણ પડાવવામાં આવ્યા અને તે પછી પણ માંગણી સતત ચાલુ રહેતા તેમની દીકરીએ આપઘાત કરી લીધો.

આ ઉપરાંત મૃતકના પતિ અને સાસરિયા પક્ષ સામે પણ આક્ષેપ કર્યા છે અને મહિલાના આપઘાત પાછળ પતિ પણ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે મહિલા પ્રોફેસરે આપઘાત પહેલા તેની નાની બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા અને તેમાં કેટલાક લોકો ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો.

Shah Jina