લફરાં કરતા પહેલા ચેતી જજો: સુરતમાં પ્રેમી સાથે રહેવા માટે પરિણીતાએ પતિને આપ્યા છૂટાછેડા, લિવઇનમાં રહ્યા બાદ પ્રેમીએ બાંધ્યા સંબંધ અને પછી થયુ એવું કે…

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા પ્રેમીઓ પોતાની હવસનો શિકાર બનાવી પ્રેમિકાને તરછોડી દેતા હોય છે. હાલ આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક મહિલાઓ પ્રેમી માટે પતિને છૂટાછેડા આપ્યા અને પ્રેમી સાથે લિ ઇનમાં રહેવા લાગી, જે બાદ પ્રેમીએ સંબંધ બાંધ્યા પછી તેને તરછોડી દેતા મહિલાએ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ કરતા લિંબાયત પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લિંબાયલતમાં રહેતી 25 વર્ષિય મહિલા પતિને છૂટાછેડા આપ્યા બાદ પ્રેમી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રેમીએ યુવતીને મંગળસૂત્ર પહેરાવ્યુ હતુ અને તે બાદ  તેને શિરડી ખાતે ફરવા લઈ ગયો હતો. આ દરમિયાન તેણે મોબાઈલ ફોનમાં યુવતિ સાથેના અંગતપળોના ફોટા પાડી લીધા હતા અને તે બાદ સુરત આવ્યા પછી યુવતીએ લગ્ન કરવાની વાત કરતા તે ઉશ્કેરાઈ ગયો અને જાનથી મારી નાખવાની ધમકી મહિલાને આપી હતી. આટલું જ નહિ તેણે યુવતીની તસવીરો પણ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.પીડિતાના લગ્ન વર્ષ 2014માં થયા હતા. તેની માતા લિંબાયતના સુભાષનગરમાં શાકભાજી વેચતી હોવાને કારણે શાકભાજી લેવા માટે અવારનવાર આવતી હતી.

આ દરમિયાન તેનો સંપર્ક દીપક સતીષ નામના યુવક સાથે થયો હતો. તે બંને વચ્ચે ધીમે-ધીમે પ્રેમ સંબંધ બંધાયો અને તે બાદ વર્ષ 2019માં મૈત્રી કરાર કર્યો. આ દરમિયાન યુવતીના પતિને ખબર પડતા બંને અલગ રહેવા જતા રહ્યા તે બાદ યુવતીએ લિંબાયતમાં બ્યૂટી પાર્લરનું કામ શરુ કર્યું હતું. આ દરમિયાન દીપક અવાર નવાર ઘરે આવતો હતો.તે બંને -પત્નીની જેમ રહેતા અને આ બધા વચ્ચે 2020માં દીપકે ઘરે આવીને ઝઘડો કર્યો હતો. જેથી યુવતીએ દીપક સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી.

ત્યારબાદ દીપકે યુવતીને મનાવી લેતા ફરીથી મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યા હતા અને યુવતીએ 2021માં પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બંને જાન્યુઆરી 2022 સુધી સાથે રહ્યા હતા. જો કે, 18 જાન્યુઆરી 2022ના રોજ દીપક યુવતીના બ્યુટી પાર્લરે પહોંચ્યો અને તોડફોડ કરી તે બાદ બંનેએ સંબંધ પણ બાંધ્યા હતા. બાદમાં દીપકે લિવ-ઈનનો કરાર માંગતા યુવતીએ આપવાની ના પાડી દીધી, જેથી ઉશ્કેરાયેલા દીપકે ગાળાગાળી કરી અને માર મારી લગ્નની ના પાડી દીધી.આ બધુ થયા બાદ તે યુવતિને બ્લેકમેઇલ કરવા લાગ્યો કે તેના અંગતપળોના ફોટા વાયરલ કરી દેશે. જે બાદ આ સમગ્ર મામલે પીડિતાએ ફરિયાદ કરતા લિંબાયત પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina