સુરતનો શર્મશાર કિસ્સો ! નરાધમ પતિએ જ કરાવ્યો મિત્ર પાસે પત્ની પર બળાત્કાર

શરમજનક / સુરતમાં પતિએ જ કરાવ્યો પત્નીનો રેપ: ભાઈબંધની હવસ પૂરી કરવા પત્નીને મારતો, ત્રણ મહિના સુધી ચાલ્યો ગંદો ખેલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર રેપના કિસ્સા સામે આવે છે, જેમાં સગીરાઓ અને યુવતિઓ સહિત મહિલાઓ સાથે પણ આવી ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક 36 વર્ષીય મહિલાએ તેના પતિ અને મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ફરિયાદ અનુસાર, પતિ પોતાના મિત્ર સાથે જ પત્નીને સંબંધ બાંધવા મજબૂર કરતો અને છેલ્લા 3 મહિનાથી આ ગંદો ખેલ ચાલી રહ્યો હતો.

File Pic

હાલ તો પરિણીતાની ફરિયાદ બાદ પાંડેસરા પોલીસે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વડોદ ગામના કમલા ચોકમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ પતિ વિરેન રામહર્ષ દુબે અને મિત્ર મનીષ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ કહ્યુ કે પતિ મિલમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

File Pic

જોકે, ગત જુલાઈ મહિનાથી વિરેન પરણિતાને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતો અને માર રણ મારતો. એટલું જ નહિ, પણ પતિ તેના મિત્ર મનીષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પરણિતા પર દબાણ કરતો. જો પરિણીતા ના પાડે તો તે અનેક વખત માર મારતો.

File Pic

પરિણીતાની લાચારીનો ફાયદો ઉઠાવીને મનીષ ગુપ્તાએ જુલાઈ માસથી લઇને ત્રણ મહિના સુધી તેને હવસનો શિકાર બનાવી. જો કે, આખરે કંટાળી પરણિતાએ હિંમત દાખવી અને પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સમગ્ર હકિકત જણાવી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina