સુરતમાં 20 વર્ષિય નવપરણિતાએ કર્યો આપઘાત, હજુ તો એક મહિના પહેલા જ થયા હતા લગ્ન…પતિની કાળી કરતૂત આવી

20 year married Girl Commits Suicide : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત માનસિક-શારીરિક ત્રાસ પણ કારણભૂત હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં ડિંડોલી મોદી સ્ટ્રીટ ખાતે રહેતી પરિણીતાએ લગ્નના 1 મહિનામાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પરિણીતાને લગ્ન બાદ રૂપિયા માટે ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવ્યુ છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

આ ઉપરાંત એવું પણ રીપોર્ટમાં સામે આવ્યુ છે કે પતિના તેની મામી સાથે અનૈતિક સંબંધ હતા. પરિણીતાની માતાની ફરિયાદ બાદ સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા સ્થિત જિમખેડાના અને હાલ ડિંડોલી વિસ્તારમાં મોદી સ્ટ્રીટ ખાતે રહેતા સાગર ઢીવરે હીરા મજૂરીનું કામ કરે છે અને તે પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના 1 મહિના પહેલાં જ 20 વર્ષની અશ્વિની નામની યુવતિ સાથે લગ્ન થયા હતા. જો કે, સોમવારે રાત્રે તેની પત્નીએ ઘરના રસોડામાં છતના હૂક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

લગ્નના એક જ મહિનામાં આપઘાત કરી લેતા યુવતિના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા. મૃતકના લગ્ન બાદથી પતિ કોઈ કામ-ધંધો કરતો ન હોવાનું અને લગ્ન બાદ ઘરે જ હોવાનું સામે આવ્યુ. આ ઉપરાંત સાસરિયા દ્વારા પિયર પક્ષ પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવતી. આ મામલે ડિંડોલી પોલીસ દ્વારા તપાસ કરી પતિ સહિત ચાર સામે દુષ્પ્રેરણા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મૃતકની માતાએ જણાવ્યું કે, મારી દિકરી અશ્વિનીને તું તારી સાસરીમાં ખુશ તો છે ને એમ પુછ્યુ તો તેણે કહ્યુ હું મારી સાસરીમાં ખુશ નથી, મેં તેને આશ્વાશન આપ્યુ કે તારુ નવુ નવુ લગ્ન જીવન છે એટલે તને થોડો ટાઇમ લાગશે ત્યાના વાતાવરણમાં ભળતા. જો કે અશ્વિનીએ જણાવ્યુ કે તેના પતિ સાગર સાથે લગ્ન બાદથી આજ સુધી શરીર સંબંધ બાંધ્યો નથી અને તેના પતિનો તેની મામી સાથે અનૈતિક સબંધ છે.

Shah Jina