ખબર

સુરતમાં પતિએ કરી પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા, પૂર્વ પ્રેમીને દારૂ પીવડાવ્યો, જાણો કેવી રીતે ઉકેલાઇ આ મર્ડર મિસ્ટ્રી

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક નજીક એક ઝૂંપડામાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જો, કે મૃતદેહની ઓળખ ન થઈ શકતાં રેલવે પોલીસે FSLની મદદથી લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે વધુ તપાસ કરતા મૃતદેહ ડિંડોલી વિસ્તારમાં રહેતા અજય તોમરનું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સામે આવ્યું કે, પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને દારૂ પીવડાવ્યા બાદ હત્યા કરી હતી.

સુરતની રેલવે પોલીસે બાતમીના આધારે બે દિવસ પહેલા રેલવે ટ્રેક નજીક દફનાવેલી બોડી મળી આવી હતી આ મામલે તપાસ કરતા મરનાર યુવક ડીડોલી વિસ્તારનો અજય મોરે નામના યુવકનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. પોતાની પત્નીને હેરાન અને પરેશાન કરતા યુવકને સમજાવવા માટે બોલાવી સાથે બેસી દારૂ પીવડાવી તેને ચપ્પુ મારી હત્યા કરી ત્યારબાદ પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયાસ કરી તેનો મૃતદેહ રેલવે ટ્રેક નજીક દફનાવી દેવાની કબૂલાત કરી હતી.

ઉધના પોલીસને માહિતી મળી હતી કે ઉધના રેલવે-ટ્રેક પાસે ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે, જેની તપાસ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ખોદકામ કર્યું હતું. દરમિયાન માટી નીચેથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. લાશ ડિકમ્પોઝ સ્થિતિમાં મળી આવતાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી. એ જોતાં પ્રાથમિક તારણમાં પોલીસને લાગે છે કે હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવવામાં આવી હતી અને ત્યાર બાદ એને દાટી દેવામાં આવી હોઈ શકે છે. એફએસએલની ટીમ પણ સાથે હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન મૃતદેહ અજય મોરે નામના યુવકનો હોવાની જાણ થઈ હતી, જે મોત પહેલાં બે યુવકો સાથે સીસીટીવીમાં કેદ થયો હોવાથી બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

આ યુવક 22 તારીખે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી યુવક ગુમ થયો તે વિસ્તારની ચેક કરતા આયુર્વેદિક જુની ગાડી પર બેસીને જતા હોવાથી તે પણ સામે આવ્યા હતા.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં થી એક સગીર વયનો આરોપી છે જ્યારે બીજો અનિલ બાગલે નામનો આરોપી છે. અનિલના લગ્ન જે યુવતી સાથે થયા છે તે યુવતી અજયની પૂર્વ પ્રેમિકા હતી. જોકે યુવતીના લગ્ન બાદ યુવતીએ અજય સાથેના પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે અજય પ્રેમિકાને સંબંધ રાખવા માટે હેરાનપરેશાન કરતો હતો, જેથી આ યુવતીએ સમગ્ર ઘટના પોતાના પતિ અનિલને જણાવી હતી. અનિલે અજયને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજે તે કોઈ વાતને સમજવા તૈયાર ન હતો.

અનિલે 22 તારીખે અજયને સમાધાન કરવા બોલાવી પહેલાં દારૂ પીવડાવી હતો અને ત્યારબાદ તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. જોકે અજયની લાશ ઓળખાણ ના થાય તે માટે પહેલાં પેટ્રોલ નાખી સળગાવી નાખી હતી અને ત્યારબાદ તેની દફનવિધિ કરી હતી જોકે પોલીસે અનિલ ની ધરપકડ કરતા તેણે કરેલા ગુનાની કબુલાત કરી હતી