સુરતમાં ૨ બાળકોને લઇ ને પરિણીતા ચાલી આપઘાત કરવા..પોલીસને ખબર પડતા જ કર્યું એવું કે…
હાલ મહિલાઓ પર અત્યાચાર અને માનસિક ત્રાસના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને ઘણી મહિલાઓ તો આપઘાત કરી લે તેવા કિસ્સા સામે આવે છે. હાલ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણીતા તેના બે બાળકોને લઇને આપઘાત કરવા નીકળી હતી પરંતુ પતિએ પોલિસમાં જાણ કરી અને તેમની મદદ માંગી.

સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતી પરિણિતા સંયુક્ત કુટુંબમાં રહે છે. તેનો પતિ કપડાનો વેપારી છે અને જયારે તેનો પતિ ઘરે ન હતો ત્યારે બુધવારના રોજ તેના પતિને ફોન કર્યો અને કહ્યુ કે, બાળકો સાથે મરવા જઉં છુ અને ઘરેથી નીકળી ગઇ. ત્યારે આ વાતની પતિએ પોલિસ કંટ્રોલમાં જાણ કરી અને પોલિસ કંટ્રોલ રૂમે મહિલાની શોધ શરૂ કરી હતી.

હોપ પુલ પર એક મહિલા બે બાળકો સાથે છે અને શંકાસ્પદ છે એવો પોલિસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો, તેથી પોલિસ તરત જ ત્યાં પહોંચી ગઇ અને પોલિસ પહોંચી ત્યારે તે મહિલા અને તેના બે બાળકો ત્યાં જ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલિસ તેને રાંદેર પોલિસ સ્ટેશન લઇ આવી અને તેના પતિને જાણ કરી તેને પણ બોલાવવામા આવ્યો

રાંદેર પોલિસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટરે પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, મહિલાને જેઠાણી સાથે ઝઘડો થયો હોઇ તે આ પગલુ ભરવા ઘરેથી નીકળી ગઇ હતી. જો કે, આ ઘટના બાદ તે તેના ઘરે જવા નીકળી હતી.