સુરત : પતિના અનૈતિક સંબંધોથી કંટાળી પત્નીએ પતિની પ્રેમિકાને પતાવી દીધી…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતમાંથી હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પત્નીએ પતિના અનૈતિક સંબંધોથી કંટાળી પ્રેમિકાની હત્યા કરી દીધી. જો કે હત્યા બાદ તે બહારથી તાળું મારી ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ કેસમાં પાસોદરાની 37 વર્ષીય હર્ષા કાછાની ધરપકડ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પાસોદરા ઓમ ટાઉનશીપમાં રહેતી હર્ષા ચંદુભાઈ કાછાની પોલિસે ધરપકડ કરી છે. આરોપીએ એવી કબૂલાત કરી કે ધક્કો મારતાં શેટી સાથે માથું અથડાતા મોત થયુ હતુ.

આરોપીના પતિ સાથે મૃતક કૈલાસબેનના છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સબંધ હતા અને આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડાં પણ થઈ ગયા હતા. અફેરની જાણ થતા આરોપી રવિવારે પાંચેક વાગ્યાના અરસામાં પતિની પ્રેમિકાને વોર્નિંગ આપવા ગઇ હતી. જો કે આ દરમિયાન વકૈલાસબેનને ધક્કો મારતાં તેનું માથું શેટી સાથે અથડાયુ અને તે લોહીલૂહાણ થઈ ઢળી પડી. આ પછી આરોપી પોતે દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ.

સોસાયટીમાં રહેતાં મયુરભાઈએ જણાવ્યું કે, તેમણે જોયુ પાડોશમાં રહેતી બહેનનાં મકાનમાં અંદરથી લાઈટ ચાલુ છે, પણ બહાર તાળું માર્યું છે એટલે દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ ન મળતા તેમણે કૈલાસબેનને ફોન કર્યો તો બંધ આવતો હતો. જણાવી દઇએ કે કૈલાસબેનના લગ્ન લાંબો સમય ટક્યા નહિ અને છૂટાછેડાં બાદ તે એકલાં જ ઘર રાખી રહેતા હતા. ભરતભાઇની નજર મકાનના દરવાજાની બહાર કાણામાંથી અંદર જતા તેમણે કૈલાસબેન નીચે પડેલા જોયા અને પોલિસને જાણ કરી. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને મકાનનું તાળું તોડ્યુ. જ્યારે પોલિસ અંદર ગઇ તો કૈલાસબેન મૃત અવસ્થામાં મળી આવ્યા.

Shah Jina