સુરતનો અજીબોગરીબ કિસ્સો : વેવાણના ઘરે આવેલા વેવાઇને આવ્યો હાર્ટ એટેક, મૃતદેહને જોઈ વેવાણને પણ આવ્યો હાર્ટ-એટેક- દીકરીએ ગુમાવી માતા અને સસરા

ઓહ બાપ રે, ફરી વેવાઈ-વેવણ ચર્ચામાં : વેવાઈને હાર્ટ એટેક આવ્યો, લાશ જોઈ વેવણને પણ આવ્યો હાર્ટ-એટેક- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. કોઇના ક્રિકેટ કે ફુટબોલ રમતા તો કોઇના જીમમાં એક્સરસાઇઝ કરતા તો કોઇના રસ્તામાં ચાલતા ચાલતા ઢળી પડતા હાર્ટ એટેક આવવાને કારણે મોત થાય છે. ત્યારે હાલમાં સુરતના એક જ ઘરમાં બે વ્યક્તિઓના હાર્ટ એટેક આવવાને કારણે મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. સવારે ઉઠીને ચા પીધા બાદ એક વ્યક્તિ ફરવા ગયા અને ફરીને પરત ઘરે આવ્યા બાદ તેઓ અચાનક જ ઢળી પડ્યા,

તે બાદ તેમને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ ત્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા અને તેમનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું સામે આવ્યુ. જો કે, મૃતકની બોડીને ઘરે લાવ્યા બાદ તેમના વેવાણ આવ્યા હતા અને તેઓ પણ ત્યાં જ ઢળી પડતા તેમને પણ પરિવારજનો દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ ડોક્ટર દ્વારા તેમને પણ મૃત જાહેર કરાયા હતા. ત્યારે એક જ પરિવારમાં એક જ દિવસે બે વ્યક્તિઓનાં મોત થતા પરિવારજનો પર પણ આભ તૂટી પડ્યું હતું.

સુરતનો આ અજીબોગરીબ કિસ્સો હાલ ઘણો ચર્ચામાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક જ પરિવારના બે સભ્યોના હાર્ટ એટેકને કારણે મોત નિપજતા પરિવારમાં પણ શોકના ધેરા પ્રત્યાઘાતો પડ્યા. પાંડેસરામાં રહેતા 50 વર્ષીય નરેશભાઈ ઘરે ચા પીને સવારે ફરવા નીકળ્યા અને ઘરે આવ્યા બાદ અચાનક જ તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા. જે બાદ પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા. જો કે, ડોક્ટરના મૃત જાહેર કરાયા છત્તાં પણ પરિવાર તેમને બીજી હોસ્પિટલમાં લઈ ગયો પણ ત્યાં ડોક્ટરોના એક કલાકના અથાગ પ્રયત્ન બાજ પણ તેમનો જીવ ન બચી શક્યો.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે તેમના મૃત જાહેર થયા બાદ તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો અને આ ખબર વહુના પરિવારને આપવામાં આવતા વહુની માતા પણ એકાદ કલાકમાં અંતિમ દર્શન માટે ઘરે આવ્યા. આ દરમિયાન અડધી મિનિટ બાદ તેમના મોઢામાંથી પણ ફીણ આવવા લાગ્યું અને તેઓ પણ તે જગ્યા પર પડી ગયા. જો કે, તેમને હોસ્પિટલમાં લઈ જવાયા આવ્યા પણ તેમનું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું. આમ વહુી માતા અને સસરાનું એક જ દિવસે થોડા જ કલાકોમાં મોત થતા પરિવારમાં પણ શોક ફેલાઇ ગયો હતો.

Shah Jina