સુરતના વેસુમાં વસીમે વારંવાર હિંદુ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, આધારકાર્ડ જોયું તો પગ ધ્રુજવા લાગ્યા, ચેતી જજો દીકરીયું….
ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના મામલા સામે આવે છે, કેટલીકવાર તો આવા કિસ્સાઓમાં બીજા ધર્મના યુવક દ્વારા ઓળખ છુપાવી હિંદુ યુવતિ સાથે ખરાબ કૃત્ય આચરવામાં આવચતુ હોય છે. ઘણીવાર પ્રેમની જાળમાં ફસાવી તો ઘણીવાર નોકરીની લાલચે યુવતિને ફસાવી તેમની સાથે પ્રેમ સંબંધ બાંધવામાં આવે છે અને પછી તેમના પર બળજબરી લગ્નની લાલચે દુષ્કર્મ પણ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી ફરી એકવાર લવ જેહાદનો કિસ્સા સામે આવ્યો છે. સુરતના પોશ વિસ્તાર કહેવાતા વેસુમાંથી આ લવ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે.
એક યુવકે પોતાની અસલ ઓળખ છુપાવી હિંદુ તરીકે ઓળખ આપી હિંદુ યુવતિ સાથે પહેલા મિત્રતા કેળવી અને પછી તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત તેણે ઇવેન્ટ કંપનીમાં ભાગીદાર બનાવી યુવતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે ઓફિસ શિફ્ટ કરતી વખતે યુવકનું આધારકાર્ડ મળ્યુ ત્યારે યુવતીને તેની અસલ ઓળકની જાણ થઇ અને યુવક હિંદુ ધર્મનો ન હોવાનો ભાંડો ફૂટ્યો. જો કે, આ વાતની જાણ થતા જ લવ જેહાદનો ભોગ બનેલી પીડિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વેસુમાં રહેતો વસીમ અકરમ વાહીદ લગ્ન ઇવેન્ટના ધંધા સાથે સંકળાયેલો છે અને તે અવાર નવાર લગ્ન ઇવેન્ટના આયોજન દરમિયાન મહેંદીનું કામ કરતી એક યુવતી જોડે સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે પણ થઈ હતી. જોકે, યુવતિને વસીમે પોતાનું નામ વાસુ ગ્વાલડીયા હોવાનું જણાવ્યુ અને યુવતિને વિશ્વાસમાં લીધા બાદ તેણે ભાગીદારીમાં સનરાઈઝ ઇવેન્ટ નામની કંપની શરૂ કરી,
જેમાં યુવતીનો ભાગીદાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો. જો કે, બંને વચ્ચે મિત્રતા થયા બાદ અને પ્રેમની જાળમાં યુવતિને ફસાવી વસીમે તેને અલગ અલગ જગ્યાએ અને હોટેલોમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ. પણ જ્યારે ઇવેન્ટ કંપનીની ઓફીસ બીજી જગ્યાએ શિફ્ટ કરતી વખતે જ્યારે યુવતીને વસીમનું આઘારકાર્ડ મળ્યુ ત્યારે તેના તો હોંશ જ ઉડી ગયા. આ આધારકાર્ડમાં વાસુ ગ્વાલડીયાનું અસલ નામ વસીમ અકરમ વાહીદ હોવાનું સામે આવ્યું.

ત્યારબાદ યુવતિએ આરોપી બીજા ધર્મનો હોવા છત્તાં ઓળખ છુપાવી વારંવાર શારીરિક શોષણ કરતા વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને પોલિસે ફરિયાદના આધારે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીએ યુવતીને લગ્નની લાલચ પણ આપી હતી અને 1 જુલાઈ 2022થી 10 ફેબ્રુઆરી 2023 સુધીમાં ફરવાના બહાને અલગ અલગ હોટલમાં અને ઘરે લઇ જઇ યુવતી સાથે મરજી વિરૂધ્ધ જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો.