Source : વેપારીને ચાલતાં ચાલતાં હાર્ટએટેક આવ્યો, CCTV:સુરતમાં જીમની ટ્રેડમિલ પર કસરત કરતાં અચાનક ઢળી પડ્યા, CPR અપાયો છતાં જીવ ન બચાવી શકાયો
ગુજરાત સમેત સમગ્ર દેશમાં હાર્ટ એટેકથી મોતના અનેક કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી એક કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. વેપારી જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા, ત્યારે જ અચાનક નીચે પડી ગયા.
જો કે જીમમાં હાજર અન્ય લોકોએ CPR આપવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મોતને ભેટ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારી દ્વારકાદાસ મારુ દરરોજની જેમ જીમ પહોંચ્યા અને ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં અચાનક જ તેઓ ઢળી પડ્યા.
પહેલા તો જીમમાં હાજર કોઈને ખ્યાલ ન આવ્યો કે અચાનક આ શું થઈ ગયું પણ તેમને જોઈ લોકો દોડી આવ્યા અને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો પણ તેમનું મોત થયું. આ ઘટના 14 તારીખે સવારે 6:55 વાગ્યે બની હતી, જે જીમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.