કેનેડામાં ભણતો યુવકનું સુરતમાં રહસ્યમય મોત, ક્રિકેટ રમ્યા બાદ અચાનક પ્રાણ પંખેરું ઉડી ગયું, દરેક વાલીઓ આ કિસ જરૂર વાંચજો
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અચાનક હાર્ટ એટેકથી અથવા તો ક્રિકેટ કે ફુટબોલ રમતા રમતા હાર્ટ એટેક આવવાને કારણે મોતના અનેક કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જ રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 31 વર્ષિય જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ એટેક આવતા તેનું મોત થયુ હતુ. તેણે ગઇકાલના રોજ ટીમવતી 30 રનની ઇનિંગ પણ રમી હતી અને પછી આઉટ થતા તે ખુરશી પર બેઠો અને આ દરમિયાન જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા ખુરશી પરથી ઢળી પડતા મોત થયુ હતુ.
ત્યારે હાલમાં સુરતમાંથી એક ઘટના સામે આવી જેમાં હસતો રમતો યુવક અચાનક જ મોતને ભેટ્યો જેથી પરિવારમાં કલ્પાંત સર્જાયો. એક યુવક ક્રિકેટ રમી ઘરે પરત આવ્યો અને તે પછી તેને અચાનક જ છાતીમાં બળતરા અને ગભરામણ થઈ, જેને લઇને તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અને ત્યાં ટૂંકી સારવાર બાદ અચાનક જ તેનું મોત નીપજ્યું. જણાવી દઇએ કે, સુરતના વરાછા સ્થિત જોલી એન્કલેવમાં રહેતો 27 વર્ષીય પ્રશાંત ભારોલીયા સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો.
ત્યારે ક્રિકેટ રમી પરત આવ્યાના થોડીવાર બાદ અચાનક તેને છાતીમાં બળતરા થવા લાગી અને ગભરામણ થતા પરિવાર દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક જ તેનું મોત થયુ. પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો પરંતુ એકાદ વર્ષથી તે પરિવાર પાસે આવ્યો હતો. જો કે, તે એક વિષયની પરીક્ષા આપવા માટે ફરી કેનેડા પણ જવાનો હતો.
ત્યારે પ્રશાંતની અણધારી વિદાયથી પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ મામલે પોલિસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસ અનુસાર, પ્રશાંતના પિતા જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં પ્રશાંત સિવાય એક પુત્ર અને ત્રણ પુત્રી છે.