સુરતમાં મહિલાને ટીવી જોતા જોતા આવ્યો હાર્ટ એટેક, તો એક યુવાન જમતા જમતા થયો બેભાન, બંનેના મોત – જાણો સમગ્ર મામલો

Surat two more died of heart attack :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક (heart attack) ના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાય લોકોને જિમ (gym) માં કસરત કરવા દરમિયાન તો કોઈને રસ્તે ચાલતા ચાલતા પણ હાર્ટ એટેક આવી જાય છે અને તેમના મોત થતા હોય છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના મામલામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

સુરતમાં 2 લોકોએ હાર્ટ એટેકથી ગુમાવ્યા જીવ:

ત્યારે સુરતમાં પણ છેલ્લા થોડા દિવસમાં કેટલાય લોકોએ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે હાલ વધુ બે લોકોના હાર્ટ એટેકેના કારણે નિધન થયા હોવાની ખબર સામે આવી રહી છે. સુરતમાં એક મહિલાને ટીવી જોતા જોતા હાર્ટ એટકે આવ્યો તો એક યુવક જમતા જમતા ઢળી પડ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

મહિલાને ટીવી જોતા જોતા તબિયત બગડી:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં આવેલા કનકપુરમાં રહેતા 23 વર્ષીય નયનાબેન રાઠોડ પોતાના ઘરમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમેં શ્વાસ લેવામાં તકલીફ પડી. જેના બાદ તેમેં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ નયનાબેનને મૃત જાહેર કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

યુવક જમતા જમતા ઢળી પડ્યો:

તો અન્ય એક મામલામાં સુરતના સચિન વિસ્તારમાં રહેતો 27 વર્ષીય વિકાસ નામનો યુવક પોતાના ઘરમાં બેસીને જમી રહ્યો હતો ત્યારે જ તે અચાનક ઢળી પડ્યો હતો. જેના બાદ તેને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પરંતુ તેને પણ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જેના બાદ પરિવારમાં પણ માતમ છવાયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

ગુજરાતમાં યુવાનોના હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક:

ત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં જ નાની ઉંમરના યુવકોને આવી રહેલા હાર્ટ એટકેના મામલાઓ હવે ચિંતાનો વિષય બન્યા છે. ઘણા લોકોને ક્રિકેટ રમતા રમતા તો કોઈને ડ્રાઈવિંગ દરમિયાન પણ હાર્ટ એટેકે આવી રહ્યા છે.

Niraj Patel