ભાજપના બે કોર્પોરેટર વચ્ચે થયો ઝઘડો, કહ્યુ ‘તું છાનીમાની નીકળ, કેવા ધંધા કર્યા, બધી મને ખબર છે’

સુરત શહેરના વોર્ડ નંબર 15ના પૂર્વ મહિલા નગરસેવક અને વર્તમાન મહિલા કોર્પોરેટર વચ્ચે જાહેરમાં શાબ્દિક ઝઘડો થયાનો વીડિયો વાયરલ થયો હતો. સ્થાનિક વોર્ડ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હતો અને આ દરમિયાન બંને મહિલા કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો.

પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને કોર્પોરેટર રૂપા પંડ્યા જાહેરમાં બાખડ્યા હતા. મીડિયા અનુસાર પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતે પહેલા આવુ વર્તન કર્યુ હતુ. તે શબ્દો બોલતા ભાન ગુમાવ્યા જેથી વર્તમાન કોર્પોરેટરને ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો.

પૂર્વ અને વર્તમાન મહિલા કોર્પોરેટર વચ્ચે વૃક્ષા રોપણ કાર્યક્રમ દરમિયાન બોલાચાલી થઇ હતી અને બંનેને જોઇને સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતે વર્તમાન કોર્પોરેટર રૂપાબેનને કહ્યું કે, તું છાનીમાની નીકળ, તમે કેવા ધંધા કર્યા, બધી મને ખબર છે. વર્તમાન કોર્પોરેટર આ વાકયના જવાબમાં ગાળો આપી હતી. કોને કે છે તું. તું ખોટા પૈસા ખા આખા ગામના.

આ પ્રકારે બંને મહિલા કોર્પોરેટર વચ્ચે ઝઘડો થતા ત્યાંના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વિસ્તારમાં તેમના ઝઘડાની ચર્ચાએ જોર પકડ્યુ હતુુ.

Shah Jina