પડોશી મહિલાએ આ કારણે બાળકી સાથે કર્યું ગંદુ કામ, પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું

ગુજરાત રાજયના સુરતમાં એક અઢી વર્ષની બાળકીના ગુમ થવાની પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલિસ દોડતી થઇ ગઇ હતી. પોલિસે 8-10 કલાકની જહેમત બાદ બાળકીને મુક્ત કરાવી હતી. આ બાળકીનું અપહરણ કરનારની પણ પોલિસે ધરપકડ કરી છે. જેણે બાળકીનું અપહરણ કર્યુ હતુ તે મહિલા નિસંતાન હતી અને તેણે આ ઘટનાને અંજામ તેના પ્રેમી સાથે મળી આપ્યો હતો. જો કે, માસૂમ બાળકીનું અપહરણ કરી આ મહિલા તેના પ્રેમી સાથે ભાગી જવાની ફિરાકમાં હતી.

સુરતના ખટોદરા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં એક ઉત્તર પ્રદેશનો પરિવાર રહે છે અને તેમની અઢી વર્ષની બાળકીનું પાડોશમાં રહેતી નિસંતાન મહિલાએ રમાડવાના બહાને લઇ જઇ તેનું અપહરણ કર્યુ હતુ અને તે બાદ તેના પ્રેમીને બોલાવી તેને સોંપી દીધી. આ કેસમાં પોલિસે સતત 8-10 કલાકની શોધખોળ બાદ રવિવારના રોજ બાળકીને પાંડેસરાથી શોધી કાઢી હતી. આ બાળકીનું અપહરણ કરનાર આરોપીને પણ પોલિસે ઝડપી પાડ્યા હતા.

આ મહિલાનું નામ સંગીતાદેવી છે, તેણે બાળકીનું અપહરણ કર્યુ અને પ્રેમી પાસે પાંડેસરા મૂકી આવી. મહિલાએ અપહરણનું કારણ જણાવતા કહ્યુ હતુ કે, તેના લગ્નને ઘણા વર્ષો થયા હતા પરંતુ તેને બાળક થતુુ ન હતુ અને આ નાની બાળકી સાથે તેને લાગણી બંધાઇ હતી. એટલા માટે તેણે બાળકીનું અપહરણ કરવાનું નક્કી કર્યુ હતુ.

મહિલા બાળકીનું અપહરણ કરીને 3-4 દિવસ બાદ પતિને છોડી પ્રેમી સાથે જઇ રહેવાનો પ્લાન ઘડી રહી હતી. પરંતુ તે પહેલા જ પોલિસે બાળકીની શોધ કરી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલિસે બાળકીના ગુમ થયાના 8-10 કલાકમાં જ તેની શોધ કરી લીધી હતી અને માતા-પિતાનો સોંપી હતી. બાળકી મળી આવતા માતા-પિતા ઘણી ખુશ થઇ ગયા હતા. પોલિસે પણ ઉમદા કામગીરી કરી હતી.

Shah Jina