છાતીમાં દુખાવો થતાં ટ્રકમાં જ 25 વર્ષનો યુવાન બેભાન થયો, જાણો આખી મેટર
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી હાર્ટ એટેકથી મોતની ખબર સામે આવી રહી છે. 25 વર્ષિય ટ્રક-ડ્રાઈવર રાજકુમાર શાહુનું શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો, (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
ત્યારે જ અચાનક છાતીમાં દુખાવો થતા સ્ટીયરિંગ પર માથું મૂકી બેભાન થઈ ગયો. જો કે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકની પત્ની છ માસની ગર્ભવતી છે અને તેને બે બાળકો પણ છે. ત્યારે આવનારા બાળકના પિતા બને એ પહેલાં જ રાજકુમાર મોતને ભેટ્યો. ઘટનાને લઇને પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે.
ઈચ્છાપોરમાં આવેલ કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ આવ્યો હતો, જ્યાં નો એન્ટ્રી હોવાના કારણે ગેટથી દૂર તેણે પોતાનું વાહન પાર્ક કર્યુ અને તે પછી સ્ટીયરિંગ પર બેભાન થઈ ગયો. સિક્યોરિટી ગાર્ડને રાજકુમાર બેભાન અવસ્થામાં મળી આવતાં તેણે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડ્યો પણ સારવાર મળે એ પહેલા જ તે મોતને ભેટ્યો.
રાજકુમાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે પણ છેલ્લાં ત્રણ વર્ષથી તે સુરતના ટ્રાન્સપોર્ટ પર ટ્રક-ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આમ તો યુવકના મોતને લઈ ડોક્ટરે હાર્ટ-અટેકની શંકા વ્યક્ત કરી હતી, પણ પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં