Trapped in love by luring marriage : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી અન્ય ધર્મના યુવાનો દ્વારા હિન્દૂ યુવતીઓ અને કિશોરીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચરીને તરછોડી દેવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ એક એવી જ એક ઘટના સુરતમાંથી પણ સામે આવી છે. જેમાં મૂળ ડીસાના અને સુરતના કોસાડ ગામે રહેતો 22 વર્ષીય ઇરફાન સિંધી તેની સાથે જ ભણતી અને તેના જ ફળિયામાં રહેતી એક હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો.
યુવતીના પરિવારજનોએ નોંધાવી ફરિયાદ :
આ મામલે યુવતીના પરિવારજનોએ 27 ઓગસ્ટના રોજ અમરોલી પોલીસમાં યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. યુવક અને યુવતી વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધો હતા અને યુવકે યુવતીને મીઠી મીઠી વાતોમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને યુવતીને અલગ અલગ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ પણ આચર્યું હતું. ત્યારે યુવતીને ભગાડી ગયા બાદ તેના પરિવારનો દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે પણ યુવકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બાડમેરથી ઝડપાયો :
જેના બાદ પોલીસને પણ સફળતા મળી ગઈ અને યુવકની રાજસ્થાનના બાડમેરમાંથી ધરપકડ કરી લેવામાં આવી અને યુવકની ચુંગલમાંથી યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. ત્યારે આ મામલે એવી વાત પણ સામે આવી છે કે યુવતી અને યુવક વચ્ચે જ્યારથી સંબંધો બંધાયા એટલે કે છેલ્લા બે વર્ષથી યુવતીની મારનું ATM કાર્ડ પણ ઇરફાન પાસે જ રહેતું હતું અને તેમાંથી તેને 14 લાખ રૂપિયા જેટલી રકમ પણ ઉપાડી લીધી હતી. પૈસા પડાવવા ઉપરાંત તે યુવતીનું જાતીય શોષણ પણ કરતો હતો.
14 લાખ રૂપિયા પણ પડાવ્યા :
જેના બાદ ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન યુવતીને પહેલા અમદાવાદ અને ત્યાંથી તે રાજસ્થાનના બાડમેર ભગાડી ગયો હતો. ત્યારે હવે યુવકના પકડાઈ ગયા બાદ યુવતીએ પણ તેનું જાતીય શોષણ થવાની અને ટુકડે ટુકડે કરીને 14 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ પણ ઇરફાન વિરુદ્ધ નોંધાવી છે. યુવતી પાસેથી પડાવી લીધેલી આ રકમમાંથી ઇરફાને બોરિંગનો ધંધો અને ઘરમાં ફર્નિચર કરાવવાની સાથે નવી બાઈક પણ ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ આ મામલે પોલીસ ઈરફાનની પુછપરછ કરી રહી છે.