સુરત : કિન્નરની દર્દનાક હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ જ રચી હતી લોહિયાળ સાજિશ- જાણો સમગ્ર વિગત

સુરત ક્રાઇમ ન્યૂઝ:કિન્નર સંજના કંવરની હત્યાનો કેસ સલાબતપુરા પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી લીધો

સુરતમાં એક તરફ પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે અને ગુનેગારો, અસામાજિક તત્વો પર લગામ લગાવવા કાર્યવાહી કરી પાસામાં ધકેલી રહી છે. ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સુરતમાં વધુ એક હત્યાનો મામલો ઉમરવાડા વિસ્તારમાં બન્યો. બુધવારના રોજ સવારે એક કિન્નરની તેના પ્રેમીએ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી દીધી. આ ઘટનાના હત્યાના પગલે સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

જો કે ગણતરીના સમયમાં જ પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો. પ્રેમી મૃતક કિન્નરને છોડવા માંગતો હતો પણ કિન્નર છેલ્લા ત્રણ દિવસથી તેના ઘરે રહેતી હતી અને તેને પોતાના ઘરે લઈ જવા માટે દબાણ કરી હતી. જેને પગલે આવેશમાં આવી પ્રેમીએ કિન્નરની કરપીણ હત્યા કરી નાખી. સલાબતપુરાના ઉંમરવાડામાં રહેતા કિન્નર સંજનાની તેના પ્રેમી કિશન કુમાર જેઠવાએ ચપ્પુના અનેક ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતા જ સલાબતપુરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. કિન્નરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી આરોપી પ્રેમી કિશન કુમાર જેઠવાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી. સંજના અને કિશન વચ્ચે લાંબા સમયથી અફેર હતું. કિન્નરનું રહેવાનું વરિયાવી બજાર ખાતે હતું, જો કે બે દિવસથી તે પ્રેમી સાથે ઉમરવાડા ખાતે રહેતી હતી, અને બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા.

જો કે છેલ્લા ઘણાં સમયથી કિશન કુમાર જેઠવા, કિન્નર સંજનાથી પીછો છોડાવવા માંગતો હતો, પણ સંજના પીછો છોડતી ન હોવાથી બુધવારે સવારે આરોપીએ તેની માતાની સામે જ સંજના ઢીમ ઢાળી દીધું. કિશન અને સંજના ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને તે બાદ પ્રેમમાં પડ્યા હતા. કિશન સંજના સાથે છેલ્લા 13 વર્ષથી સાથે રહેતો હતો. બંને સાથે જાહેરમાં હરવા-ફરવા માટે પણ જતા હતા. કેટલી વખત કિશન રિસાઈને તેના ઘરે જતો રહેતો પરંતુ કિન્નર સંજના તેને ધમકાવીને ફરીથી તેને પોતાની પાસે લઈ આવતી.

Shah Jina