ખબર

હે ભગવાન…સુરતથી ઓડિસા લઇ જતી શ્રમિકોની બસને નડયો અકસ્માત, વાંચો અહેવાલ

હાલ દેશ ભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકડાઉનને કારણે દેશના અલગ-અલગ રાજ્યમાં લોકો ફસાયા છે. આ ફસાયેલા લોકોને રાજ્ય સરકાર વતનમાં પરત મોકલી રહી છે. ગુજરાતમાંથી શ્રમિકોને ઓડિશાના બ્રહ્મપુર લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. ફુલબની અને બ્રહ્મપુર વચ્ચે શનિવારે કલિંગ ઘાટ પાસે બસ પલટી ગઈ હતી.

પરપ્રાંતીય મજૂરો સાથેની બસ સુરતથી ઓડિશાના બહેરામપુર તરફ જઈ રહી હતી. ત્યારે ફૂલબાની અને બહેરામપુર વચ્ચેના કલિંગા ઘાટ પાસે બસનો અકસ્માત થતાં એકનું મોત થયા હોવાનું જણાય છે. જયારે 40 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળ્યા પછી વહીવટી તંત્રના હોશ ઉડી ગયા હતાં.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 37700થી વધારે મામલાઓ સામે આવી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 3 મેથી ફરી 17 મે સુધી લોકડાઉનને વધારવામાં આવ્યું છે.

Image source

હવે સુરત અને અમદાવાદમાંથી શ્રમિકો માટે બે વિશેષ ટ્રેન ફાળવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આગ્રા અને સુરતથી ઓડિશા માટે ટ્રેન રવાના થઈ હતી. આ ઉપરાંત ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ, મુસાફરોને પરત લાવવાની પણ વ્યવસ્થા કરી છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: