બસમાં લાગેલી આગના પડઘા હજુ શમ્યા નથી ત્યાં સુરતની મિલમાં આગ ભભૂકી ઉઠી… આટલા લોકો બળીને થયા ભડથું…

ગત મંગળવારના રોજ સુરતમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલા બળીને ભડથું થઇ ગઈ હતી, હજુ આ દુર્ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં સુરતની એક મિલમાં આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી સૌમ્યા પ્રોસેસિંગ મિલની અંદર ગુરુવારના રોજ મળસ્કે આ આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર મિલમાં યાર્ન હોવાના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

આ અગ્નિ અંદર મિલમાં મિસ્ત્રી કામ કરી રહેલા ત્રણ યુવાનો ગુમ થયા હોવાની વાત સામે આવી હતી, જયારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો ત્યાર બાદ તપાસ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. આ યુવાનોના મોત આગમાં દાઝી ગયા હોવાના કારણે થયું હોવાનું પણ સામે આવ્યું. ફાયરની ટીમ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

મિલમાં લાગેલી આ આગને બુઝાવવા માટે પલસાણા અને બારડોલી ઉપરાંત સુરતથી પણ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેના બાદ પાણીનો સતત મારો કરીને આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સતત 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મળેવી શકાયો હતો.

આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેને લઈને આસપાસની મિલો પણ બંધ કરવાની ફરજ પડી હતી અને ચેક ત્રણ કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. આ આગ વહેલી સવારે લાગી હોવાના કારણે મિલમાં કામ કરનાર કોઈ કામ દર નહોતા, પરંતુ મિસ્ત્રી કામ માટે આવેલા ત્રણ યુવાનો અંદર જ હતા.

આ ઘટના અંગે એ પણ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનથી મિસ્ત્રી કામ કરવા માટે ત્રણ કારીગરો આવ્યા હતા અને તે મિલમાં જ સુઈ ગયા હતા. આ દરમિયાન જ રાત્રીના 3.30 કલાકે આગ ભભૂકી ઉઠી હતી. આ આગની અંતર ત્રણેય કારીગર કિશાન સુથાર, જગદીશ સુથાર અને પ્રવીણ સુથારના મૃતદેહ મિલન બીજા માળેથી મળી આવ્યા હતા. હાલ આ બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel