સુરત કાપોદ્રામાં ચોર આવ્યો હતો ચોરી કરવા પણ થયુ એવું કે મળ્યુ દર્દનાક મોત… અક્કલ કામ ન કરે એવી રીતે મૃત્યુ પામ્યો

સુરતમાં ચોર ચોરી કરવા ઘરમાં ઘુસ્યો અને ત્યાં જ મોતને ભેટ્યો, જાણો એવું તો શું થયું, ચોંકાવનારો કિસ્સો

ઘણીવાર રાજયમાંથી ચોરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા લોકો પોતાના હજારો લાખો રૂપિયા અને ઘરેણા પણ આવી ચોરીમાં ગુમાવતા હોય છે. પરંતુ હાલ જે કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, તે બિલકુલ અલગ જ છે. તમે ચોરીના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ચોરી કરવા આવેલો ચોર જ મોતને ભેટ્યો હોય. સુરતમાં રાત્રી દરમિયાન ચોરી કરવા આવેલ ચોર ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સુરતના કપોદ્રા વિસ્તારની આ ઘટના છે. ચોર રાત્રી દરમિયાન ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો અને ઉપરથી નીચે પટકાયો, જેને કારણે તેનું મોત નિપજ્યુ હતું. ચોર અજય ઉર્ફે ગોરો વસાવા સુરતના કપોદ્રામાં મમતા પાર્કના પહેલા વિભાગમાં ઘર નંબર 114માં ચોરી કરવા ગયો હતો. આ દરમિયાન તે ઘરમાં ઉપરના ભાગથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો અને ત્યારે જ નીચે પટકાતા તેનું મોત થયુ હતુ. ઉલ્લેખનીય છે કે, તપાસ કરતા સામે આવ્યુ કે, મૃતક અજય 11 ઘર ફોડ ચોરીના ગુનામાં સામેલ છે. જેમાં 1 રાજપીપળા, 9 અમરોલીમાં, અને 1 કોસંબામાં.

હાલ તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.એવું પણ સામે આવ્યુ છે કે, આજથી છ-આઠ મહિના અગાઉ અમરોલીમાં એક હીરા દલાલના ઘરમાંથી ચોરી કર્યા બાદ તેણે હીરા દલાલના ઘરમાંથી મળેલી બેગ તાપી નદીમાં ફેંકી હતી. જો કે, તેમાં 16 લાખના હીરા હોવાનું આ વ્યક્તિને ખબર નહોતી. તેની લાશ ઘર નંબર 114ની વાસણ સાફ કરવાની ગેલેરીમાંથી મળી આવી હતી. આ બાબતની જાણ સ્થાનિકોને સવારે થતા તેમણે પોલીસને જાણ કરી હતી.

સ્થાનિકના જણાવ્યા અનુસાર, તેમણે સવારે પોણા સાત વાગ્યા આસપાસ ઘરની પાછળની સાઈડનો ગેલેરીનો દરવાજો ખોલ્યો ત્યારે તેમને જાણ થઈ કે અહિં કોઈનો મૃતદેહ પડ્યો છે. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી. તેના માથાના ભાગે વાગેલું હતું અને લોહી નીકળેલું હતું. આસપાસના ઘરમાં તપાસ કરી તો ખબર પડી કે તેણે ચોરી કરી ન હતી તે.

Shah Jina