સુરતમાં ઉઘાડી તલવાર લઈને રૌફ જમાવવા નીકળેલા વ્યક્તિનો વીડિયો વાયરલ થતા જ પોલીસ આવી હરકતમાં, શાન ઠેકાણે લાવવા કર્યું એવું કે… જુઓ

ખુલ્લી તલવાર લઈને સુરતમાં રોફ જમાવી રહેલા વ્યક્તિની શાન સુરત પોલીસે લાવી દીધી ઠેકાણે, ધાક જમાવવાની ઈચ્છા રાખતા લોકો માટે કર્યું ઉમદા કામ, જુઓ

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેને જોઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી જતી હોય છે, ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં ગુંડાગર્દીનું પણ પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ઘણા લોકો રૌફ જમાવવા માટે જાહેરમાં જ હથિયાર લઈને નીકળી પડતા હોય છે, ત્યારે તેમનો વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ હરકતમાં આવે છે અને તેમને પાઠ ભણાવે છે.

ગત રોજ સુરતના ઉધાનમાંથી પણ એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ હાથમાં ખુલ્લી તલવાર લઈને રૌફ જમાવવા માટે ફરી રહ્યો હતો.  તે વ્યક્તિને જાણે કે કાયદાનો પણ ડર ના હોય તેમ બેખૌફ લાગી રહ્યો હતો.  આ વ્યક્તિ ઉધનામાં આવેલા પટેલ નગરમાં જોવા મળ્યો હતો, જેની હરકતો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ અને પછી તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે તે વ્યક્તિ હાથમાં તલવાર લઈને આવે છે અને પછી મ્યાનમાંથી તલવાર કાઢીને રોફ જમાવી રહ્યો છે. ત્યારે આ વ્યક્તિની આવી હરકતને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ઉધના પોલીસ પણ સતર્ક બનીને હતી અને બે દિવસ પહેલાના આ વીડિયોમાં દેખાતા વ્યક્તિની પણ તપાસ હાથ ધરી હતી.

ત્યારે પોલીસના હાથે રોશન દુબે નામનો આ વ્યક્તિ હાથ લાગ્યો હતો. જેના બાદ તે વ્યક્તિ પાસે બે હાથ જોડીને પોલીસે માફી પણ મંગાવી હતી. સાથે જ અન્ય કોઈ વ્યક્તિ આવું ના કરે અને કાયદો તેમજ વ્યવસ્થાને હાથમાં ના લે તે માટે થઈને તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને સાબિત કરી બતાવ્યું કે ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ હજુ પણ બળવાન છે.

Niraj Patel