ખબર

સુરતમાંથી સામે આવી હચમચાવી દેનારી ઘટના, પત્નીની હત્યા કર્યા બાદ પતિ લાશ સાથે આખી રાત સુઈ ગયો, હત્યાનું કારણ જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

ગુરજતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાનું પ્રમાણ વધ્યું છે અને તેમાં પણ સુરત મોખરે આવવા લાગયું છે. સુરતની અંદર અવાર નવાર અંગત અદાવતમાં અથવા તો કોઈ અન્ય કારણોસર હત્યા કરી દેવાના મામલા સામે આવતા રહ્યા છે, ત્યારે પતિ પત્ની વચ્ચેના અણબનાવના કારણે પણ હત્યા થઇ હોવાના મામલાઓ પણ સામે આવી રહ્યા છે.

હાલ એવો જ એક મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ પત્નીની લાશ સાથે આખી રાત સુઈ રહ્યો હતો. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શમા સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢના વિસાવદરના રત્નકલાકાર વિઠ્ઠલભાઈએ પત્ની ઉપર શંકા રાખીને તેની હત્યા કરી નાખી.

વિઠ્ઠલભાઈના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત બે દીકરા પણ હતા. તેમના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા. તેમના બે દીકરા પૈકી હીરાના કારખાનામાં કામ કરે છે અને પોતે હીરાના ખાતામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન વિઠ્ઠલભાઈના ભત્રીજાના લગ્ન વતન જૂનાગઢના વિસાવદરમાં હોય આ બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

વિઠ્ઠલભાઈના પત્ની દયાબેન આ લગ્નમાં જવા માંગતા નહોતા જેના કારણે ઝઘડો વધુ વધુ ગયો અને મારામારી સુધી પણ પહોંચી ગયો. જેના બાદ વિઠ્ઠલભાઈએ દયાબેનના પેટમાં કોણી મારી અને પછી ગુસ્સામાં જ ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યા કર્યા બાદ પતિ પત્નીના શબ પાસે આખી રાત સૂઈ ગયો હતો જોકે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.

તો આ બાબતે એ પણ માહિતી મળી રહી છે કે વિઠ્ઠલભાઈના પત્ની દયાબેન 3-4 મહિના પહેલા પરિવારને છોડીને તેના પ્રેમી સાથે પણ ભાગી ગયા હતા, પરંતુ સમાજમાં બદનામીના ડરથી વિઠ્ઠલભાઈએ આ મામલો સમજાવટ કરીને પતાવી દીધી હતો અને પત્નીને તેડી લાવ્યા હતા, જેના બાદ લગ્નમાં જવાની બાબતે ઝઘડો થતા તેમને પત્નીની હત્યા કરી નાખી હતી.