ખબર

સુરતમાં સ્પામાં ચાલતું હતો ધંધો, પોલીસની રેડ પાડી અને અંદર જઈને જોયું તો હોંશ ઉડ્યા

સ્પામાં મચી ગઈ અફરા-તફરી, એકથી એક ચડિયાતી સુંદર યુવતીઓ ખુલ્લેઆમ મર્દ સાથે…જાણો વિગત

ગઇકાલે મોડી સાંજે સુરતના ઉઘના મેઇન રોડ પર આવેલ એક સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો અને તેને કારણે અફરા તફરી મચી જવા પામી હતી. મીસીંગ સેલને બાતમી મળી હતી કે સ્પાની આડમાં ત્યાં કૂટણખાનું ચાલી રહ્યુ છે. તેથી તેમણે રેડ પાડી હતી અને આ દરમિયાન પોલિસે ત્યાંથી પાંચ લલના સાથે એક યુવક ઝડપાયો હતો.

ઉઘના વિસ્તારમાં નાથુ ટાવરમાં ગ્લોરિયસ થાઇ મસાજ સેન્ટરના નામે કૂટણખાનું ધમધમી રહ્યુ હતુ. ગુરુવારના રોજ મોડી સાંજે અહીં રેેડ પડી હતી અને ટીમની રેડ પડતા અફરા તફરી મચી જવા પામી હતી. રેડ દરમિાન ચાર યુવતિઓ દેહ વેપાર કરતી મળી આવી હતી તેમને મુક્ત કરતા મહિલા સંચાલિકા સહિત બેની ધરપકડ કરવામાં આવી છે.

ઉધના જીવનજયોત સામે નાથુ ટાવરમાં આવેલા સ્પામાં બાતમીને આધારે ગુરુવારે સાંજે રેડ પાડવામાં આવી હતી, ગ્લોરિયસ સ્પાની આડમાં મહિલા સંચાલિકા અનિતા શિંદે લલનાઓ પાસે દેહ વેપાર કરાવતી હતી તેવી માહિતીને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી ચાર યુવતિઓ દેહવિક્રય કરતા મળી આવી હતી અને પોલિસે તેમને મુકત કરી અનિતા શિંદે અને નવસારીના પ્રવીણ રાજુ પાટીલની ધરપકડ કરી હતી.

પોલિસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે દેહ વેપાર માટે યુવતિઓને કયાંથી લાવવામાં આવતી હતી. સ્પાની આડમાં દેહ વેપાર માટે ભાડે દુકાન આપનાર દુકાન માલિક વંદનાબેન બાબુને વોન્ટેડ જાહેર કરાઇ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન 3 મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા છે અને અનેક નંબરો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાંં આવ્યો છે.