સુરત : ટેક્સટાઇલ ડિઝાઇનર પત્નીની થઇ દર્દનાક હત્યા, પરિવારને એમ થયું કે આત્મહત્યા કરી પણ આવી રીતે થયો ખુલાસો

રાજયમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે અને આવા કિસ્સાઓમાં સુરત સૌથી અગ્રેસર રહ્યુ છે. સુરતમાંથી હાલમાં એક પતિ દ્વારા પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જે બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. એક ટેક્સટાઇલ ડિઝાઇનર દ્વારા તેની પત્નીની હત્યા ઘરકંકાસમાં કરી હોવાનું સામે આવ્યુ છે. આ કૃત્ય બાદ તે પકડાઇ ન જાય તે માટે સંબંધીઓને ફોન કરી પત્નીએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યુ હતુ. પરંતુ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં થયેલ ખુલાસાને કારણે પતિની કરતૂત સામે આવી ગઇ. પોલિસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અડાજણમાં રહેતા અને ટેક્સટાઇલ ડિઝાઇનર 51 વર્ષિય રજનીકાંત તેમની 46 વર્ષિય પત્ની રાજેશ્રીબેન અને 17 વર્ષિય દીકરા સાથે રહે છે. રજનીકાંત છેલ્લા ઘણા સમયથી તેમની પત્ની સાથે ઝઘડો કરતા હતા અને ભાઇબીજના દિવસે તેમણે આવેશમાં આવી પત્ની સાથે ઝઘડો કર્યો અને આખા શરીરે માર માર્યો. તે બાદ તેમણે પત્નીની દોરીથી ફાંસો આપી હત્યા કરી દીધી. આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે તેમણે સંબંધીઓને ફોન કરીને એવી જાણ કરી કે તેમની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. સંબંધીઓને જાણ કર્યા બાદ તેમના આવ્યા પહેલા રજનીકાંતે બધા પુરાવાઓનો નાશ કરી દીધો.

મૃતકના બહેન આર્મીમાં ફરજ બજાવે છે અને તેમને શંકા જતા પોલિસ તપાસ શરૂ કરી અને પીએમ માટે લાશને મોકલી જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવતા રજનીકાંતનો ભાંડો ફૂટી ગયો. પોલિસે આ મામલે હત્યારા પતિની પૂછપરછ શરૂ કરી છે અને તેણે પોલિસ પૂછપરછમાં જણાવ્યુ કે, તેણે પત્નીની હત્યા કર્યા બાદ તેને વાળથી ખેંચી હોલમાં લાવી અને પુરાવાનો નાશ કર્યો હતો.

Shah Jina